રાહુલની ભારત જોડો ન્યાય યાત્રામાં ગયેલા વાહનોના પૈસા ન ચૂકવાયા હોવાનો આક્ષેપ

PC: theweek.in

હાલમાં જ સંપન્ન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ વાહનોનું પેમેન્ટ ન ચૂકવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરનારા બુલંદશહરના અનુપશહર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રોરા રામના નિવાસી મોતી, સત્યેન્દ્ર, ધર્મેન્દ્ર, રામકિશને યાત્રામાં સામેલ 25 કરતા વધુ વાહનો માટેની ચૂકવણી ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, યાત્રાના જવાબદાર લોકોને ઘણી વખત કહેવા છતા અત્યાર સુધી અમારું બાકી લેણું ચૂકવવામાં આવ્યું નથી.

તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવેલી 'ભારત જોડો ન્યાય યાત્રામાં અમારા કન્ટેનર વાહનોને સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વાહનોના લાખો બાકી રૂપિયાની અત્યાર સુધી ચૂકવણી કરવામાં આવી નથી. આ અગાઉ ગયા વર્ષે કોંગ્રેસ પાર્ટી દ્વારા કાઢવામાં આવેલી યાત્રામાં સામેલ વાહનોના બાકી ચૂકવણી અત્યાર સુધી ન કરવાની વાત કહેવામાં આવી છે.

રાહુલ ગાંધીએ પહેલા ભારત જોડો યાત્રા કરી હતી, ત્યારબાદ 'ભારત જોડો ન્યાય યાત્રા' કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પહેલી ભારત જોડો યાત્રા પર લગભગ 72 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. જે કોંગ્રેસના કુલ ખર્ચ ના 15 ટકા કરતા પણ વધારે છે. આ હિસાબે યાત્રાના એક દિવસનો ખર્ચ લગભગ 50 લાખ અને એક કિલોમીટર પર ખર્ચ લગભગ 1.59 લાખ બેસે છે. વર્ષ 2022-23માં કોંગ્રેસની આવક 452 કરોડ રૂપિયા રહી, પરંતુ ખર્ચ 467 કરોડ થયો, જ્યારે એક વર્ષ અગાઉ 2021-22માં કોંગ્રેસની આવક 541 કરોડ હતી. ખર્ચ 400 કરોડ થયો.

વર્ષભરમાં 90 કરોડ ઓછી આવક થઈ. ભારત જોડોવાળા વર્ષમાં કોંગ્રેસે ચૂંટણીઓ પર 192 કરોડ ખર્ચ કર્યા, જ્યારે આ અગાઉના વર્ષ ખર્ચ વધારે એટલે કે 279 કરોડ થયો. ત્રીજો ખર્ચ ચૂંટણી અગાઉ સર્વે પર થયો, જેના પર 40 કરોડ જતા રહ્યા. એવી આશા છે કે આ વર્ષે કોંગ્રેસનો ખર્ચ ભારત જોડો ન્યાય યાત્રાનો ખર્ચ હજુ વધારે હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp