- National
- કોણ છે કૃષ્ણા મડિગા, જેમની આંખોથી છલકાયા આંસુ અને PM મોદીએ મંચ પર આપ્યો સહારો
કોણ છે કૃષ્ણા મડિગા, જેમની આંખોથી છલકાયા આંસુ અને PM મોદીએ મંચ પર આપ્યો સહારો
મડિગા અનામત પોરાટા સમિતિ (MRPS)ના નેતા મંદા કૃષ્ણા મડિગા હૈદરાબાદના એ મંચ પર ભાવુક થઈ ગયા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક સાર્વજનિક રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા. કૃષ્ણા મડિગાએ શનિવારે હૈદરાબાદના સિકંદરાબાદમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદી સાથે મંચ શેર કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર MRPS નેતા સાથે વાત કરતા જોવા મળ્યા. જ્યાં મડિગા રડી પડ્યા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મડિગાનો હાથ પકડીને તેમને સાંત્વના આપી. તેમનો ખભો થપથપાવ્યો અને તેમને ગળે લગાવ્યા. તેમણે મડિગાને પોતાના નાના ભાઈ પણ બતાવ્યા.

વડાપ્રધાને આશ્વાસન આપ્યું કે, તેઓ ન્યાય માટે તેમના સંઘર્ષમાં સમુદાય સાથે ઊભા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજનીતિક પાર્ટીઓ અને નેતાઓએ મડિગાસને વાયદા કર્યા અને ભૂતકાળમાં તેમની સાથે છેતરપિંડી કરી છે. હું તેમના પાપો માટે માફી માગી રહ્યો છું. વડાપ્રધાને ભાર આપી કહ્યું કે, એક ભાજપ જ તેલંગાણાના લોકોને સામાજિક ન્યાયની ગેરંટી આપી શકે છે અને રાજ્યને પ્રગતિના સોનેરી રસ્તા પર લઈ જઈ શકે છે.
?? ?????????? ??????!
— BJP (@BJP4India) November 11, 2023
PM Modi comforts Madiga Reservation Porata Samiti Chief, Manda Krishna Madiga, who got emotional during a public rally in Secunderabad, Telangana pic.twitter.com/iZUiBPUXHO
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલુગુ રાજ્યોમાં અનુસૂચિત જાતિઓના સૌથી મોટા ઘટકોમાંથી એક, મડિગાનું સામુદાયિક સંગઠન, મડિગા અનામત પરોટા સમિતિ દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરવા માટે ઉપસ્થિત હતો. શનિવારની રેલી રાજનીતિક રૂપ ખૂબ મહત્ત્વપૂર્ણ હતી કેમ કે, MRPS મડિગા સમુદાય પર પોતાનો પ્રભાવ રાખે છે. આ એક દલિત સમુદાય છે, જેની એક મોટી વસ્તીમાં ઐતિહાસિક રૂપે ચામડા શ્રમિકો અને સફાઇ કામદાર લોકો સામેલ છે.

વર્ષ 2013થી વડાપ્રધાન મોદીએ મંદા કૃષ્ણા મડિગા સાથે નજીકતા સાથે વાતચીત કરી છે. જેનું સંગઠન MRPS અનુસૂચિત જાતિ (SC) શ્રેણીની અંદર આંતરિક અનામતની માગ કરી રહી છે. મંદા કૃષ્ણ સાથે થયેલી બેઠક બાદ, ભાજપે પોતાના 2014ના ઘોષણપત્રમાં આંતરિક અનામતનો વાયદો કર્યો હતો. MRPSની સ્થાપના જુલાઇ 1994માં આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એડુમુડી ગામમાં મંદા કૃષ્ણા મડિગા અને અન્યના નેતૃત્વમાં કરવામાં આવી હતી, જેનું ઉદ્દેશ્ય આંતરિક અનામત લાગૂ કરવાનું હતું.

