PM નરેન્દ્ર મોદીની મંત્રીઓને સલાહ-સરકારના કામકાજને ઘર-ઘર સુધી પહોંચાડે

PC: moneycontrol.com

બજેટ સત્ર અગાઉ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠક થઇ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બધા મંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા મંત્રીઓને સલાહ આપી કે, કેન્દ્ર સરકારના કામ કાજ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને કહ્યું કે, સરકારની યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે અને પોતાના મંત્રાલયના કામકાજનો પણ ખૂબ પ્રચાર કરાવમાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને સલાહ આપી કે સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રના મંત્રી પોતાના મંત્રાલયના કામકાજની જાણકારી લોકો સુધી પહોંચાડે. વડાપ્રધાને G20 કાર્યક્રમનો પણ જોરદાર પ્રચાર કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, G20ની અધ્યક્ષતા ભારત માટે મોટી ઉપલબ્ધિ છે. આ વાતને લોકો સુધી પહોંચાડવામાં આવે. તેને લઇને નક્કી કાર્યક્રમોમાં આગળ વધીને ભાગ લે અને તેનો પ્રચાર પણ થવો જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં દેશના સામાજિક, સાંસ્કૃતિક ઉપલબ્ધીઓનો પણ પ્રચાર કરવા કહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત પર ભાર આપ્યો કે, ગરીબ કલ્યાણ યોજનાઓની ઉપાલબ્ધીઓને લોકો સુધી સારી ઢંગે પહોંચાડવામાં આવવી જોઇએ. રિપોર્ટ્સ મુજબ, મંત્રી પરિષદની બેઠકમાં કેબિનેટ સેક્રેટરીએ વર્ષ 2014થી લઇને અત્યાર સુધી મોદી સરકારની યોજનાઓ અને બધા નિર્ણયોનું પ્રેઝન્ટેશન આપ્યું. સૂચના અને પ્રસરણ સચિવે સોશિયલ મીડિયા દ્વારા કેવી રીતે સરકારના કામકાજ અને નિર્ણયોનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવામાં આવે, તેના પર પ્રેઝન્ટેશન આપ્યું. DEPT સચિવે અત્યાર સુધીની બધી યોજનાઓની જાણકારી આપી. યોજનાઓ અને પરિયોજનાઓનું અપડેટ આપ્યું હતું કે, કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને પરિયોજના ક્યારે પૂરી થશે.

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને એમ પણ કહ્યું કે, તમારા બધાના કામકાજની જાણકારી મારી પાસે છે. તમે લોકોએ શું શું કામ કર્યા છે. મને બધી ખબર છે. હવે તમારા લોકો પાસે માત્ર એક વર્ષનો સમય રહી ગયો છે. વર્ષ બાદ લોકો તમારું આંકલન કરશે. મારું કામ તો અલગ છે, પરંતુ દરેક મંત્રાલયની પણ અમને જાણકારી આપવી પડશે. તો તમે પણ પોતાના કાયમનું આંકલન તેજ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 9 વર્ષ પૂરા થવા પર મંત્રાલયને સારા કામકાજોનું આંકલન થવાની વાત કહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp