CM અરવિંદ કેજરીવાલને હવે ગુજરાત યુનિવર્સિટીએ આપ્યો મોટો ઝટકો

PC: millenniumpost.in

અમદાવાદની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહને સમન્સ જાહેર કર્યા છે. આ સમન્સ માનહાનિના કેસમાં જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દા પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યું. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદ પર પોલીસે IPCની કલમ 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો.

ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, પ્રેસ કોન્ફરન્સ અને ટ્વીટર હેન્ડલ પર અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી. તેનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે. જેના પર અમદાવાદ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવાટિયાએ શનિવારે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ જાહેર કરીને 23 મેના રોજ ઉપસ્થિત થવા માટે કહ્યું છે. ફરિયાદકર્તાના વકીલે કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 70 વર્ષ અગાઉ કરવામાં આવી હતી અને લોકો વચ્ચે તેની પ્રતિષ્ઠા છે.

તેમણે આગળ કહ્યું કે, આરોપોથી લોકો વચ્ચે યુનિવર્સિટીની વિશ્વસનીયતાને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ‘જો ડિગ્રી છે અને એ જ સત્ય છે તો એ કેમ આપવામાં આવી રહી નથી? અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, તેઓ ડિગ્રી એટલે આપી રહ્યા નથી કેમ કે બની શકે કે તે નકલી હોય! જો વડાપ્રધાને દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે તો ગુજરાત યુનિવર્સિટીએ એ વાતની ખુશી માનવી જોઈએ કે આપણો વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બની ગયો.

તો સંજય સિંહે કહ્યું કે, તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલી ડિગ્રીને અસલી બનાવવામાં આવે. કોર્ટની તપાસ દરમિયાન 4 સાક્ષીઓને પણ રજૂ કરવામાં આવ્યા. ગુજરાત યુનિવર્સિટીના વકીલે કહ્યું કે, આ નિવેદનથી એવો સંદેશ ગયો છે કે યુનિવર્સિટી નકલી ડિગ્રી આપે છે. રિપોર્ટ્સ મુજબ, ગુજરાત હાઇ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રીને લઈને 31 માર્ચના રોજ નિર્ણય સંભળાવ્યો હતો. તેમાં હાઇ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં કોર્ટના નિર્ણય પર પોતાની વાત રાખતા યુનિવર્સિટીને લઈને કેટલીક વાતો કહી અને સવાલ ઊભા કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp