રાજ્યસભામાં બોલ્યા PM નરેન્દ્ર મોદી-જેટલું કીચડ ઉછાળશો, એટલા જ કમળ ખિલશે

PC: indiatoday.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષના કેટલાક નેતા કીચડ ઉછાળી રહ્યા છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ જેટલું કીચડ ઉછાળશે, એટલા કમળ ખિલશે. આ દરમિયાન વિપક્ષના નેતા હોબાળો કરતા રહ્યા. વિપક્ષી નેતા ગૌતમ અદાણીના મુદ્દા પર તપાસ માટે JCBની રચના કરવાની માગ કરી રહ્યા છે. છેલ્લા દશકોમાં અનેક બુદ્ધિજીવીઓએ આ સદનથી દેશને દિશા આપી છે, દેશનું માર્ગદર્શન કર્યું છે. આ દેશમાં જે પણ વાત થાય છે, તેને દેશ ખૂબ ગંભીરતાથી સાંભળે છે.

તેમણે કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોનો વ્યવહાર અને વાણી ન માત્ર સદન, પરંતુ દેશને નિરાશ કરનારી છે. 60 વર્ષ કોંગ્રેસ પરિવારે ખાડા જ ખાડા કરી દીધા હતા. બની શકે તેમનો ઇરાદો ન હોય, પરંતુ તેમણે કર્યા. જ્યારે તેઓ ખાડા ખોદી રહ્યા હતા 6 દશક બરબાદ કરી ચૂક્યા હતા. ત્યારે દુનિયાના નાના-નાના દેશ પણ સફળતાના શિખરો સ્પર્શી રહ્યા હતા. અમારી સરકારની ઓળખ પોતાના પુરુષાર્થના કારણે બની છે. અમે સમસ્યાઓના નિદાન માટે સતત કામ કરીએ છીએ. સમસ્યાઓનું સ્થાયી સમાધાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસના રાજ્યમાં તેનો અભાવ હતો. તેમણે બેન્કોના એકીકરણ એ ઇરાદાથી કર્યું હતું કે, ગરીબોને બેન્કોના અધિકાર મળે, પરંતુ આ દેશના અડધાથી વધુ લોકો બેંકના દરવાજા સુધી પણ પહોંચ્યા નહોતા. અમે સ્થાયી સમાધાન કાઢતા જનધન બેંક ખાતા ખોલ્યા. તેના દ્વારા દેશના ગામ સુધી પ્રગતિ લઈ જવાનું કામ થયું છે. જનધન, આધાર અને મોબાઈલ.. આ એ ત્રિશક્તિ છે, જેનાથી છેલ્લા કેટલાક વર્ષોમાં 27 લાખ કરોડ રૂપિયા DBTના માધ્યમથી સીધા હિતધારકોના ખાતામાં ગયા છે.

તેમણે કહ્યું કે, હવે જેમને આ પૈસા મળી શક્યા નથી, તેમનું બરાડા પાડવાનું સ્વાભાવિક છે. તેનાથી 2 લાખ કરોડ રૂપિયાથી વધુ રૂપિયા, જે કોઈ ઇકો સિસ્ટમના હાથમાં જઇ શકતા હતા તે બચી ગયા. વિકાસની ગતિ શું છે, નિયત શું છે, દિશા શું છે, પરિણામ શું છે? આ બધુ મહત્ત્વ રાખે છે. અમે જનતાની પ્રાથમિકતાઓ અને આવશ્યકતાઓના આધાર પર મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છીએ. દિવસ-રાત પોતાને ખપાવવા પડશે તો ખપાવીશું, પરંતુ દેશની આશાઓને ઠેસ નહીં પહોંચવા દઈએ. અમે વિકાસનું એક એવું મોડલ આપી રહ્યા છીએ, જેમાં હિત ધારકોને તેમના બધા અધિકાર મળે.

દેશ કોંગ્રેસને વારંવાર નકારી રહ્યો છે એ છતા કોંગ્રેસ પોતાનાઆ ષડયંત્રથી બહાર આવતી નથી. જનતા ન માત્ર તેમને જોઈ રહી છે, પરંતુ સજા પણ આપી રહી છે. દરેક યોજનાના જે લાભાર્થી છે તેમના સુધી તેમનો 100 ટકા લાભ કઈ રીતે પહોંચે અમે તેને સુનિશ્ચિત કરી રહ્યા છીએ. જો સાચી પંથ નિરપેક્ષતા છે તો એ જ છે અને અમારી સરકાર આ માર્ગે સતત આગળ વધી રહી છે. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા. તેમણે એક-એક કરીને ગણાવ્યા કે UPAના 10 વર્ષના કાર્યકાળમાં શું શું થયું અને ત્યારબાદ મોદી સરકારમાં શું શું કામ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp