કર્ણાટકની હાર પછી PM મોદીની રાજસ્થાનમાં નવી રણનીતિ, જાણો શું કરવાના છે

PC: aninews.in

રાજસ્થાન ભાજપમાં ભારે જૂથબંધી હોવાના અહેવાલ વારંવાર આવતા રહે છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને ભાજપના અન્ય નેતાઓ વચ્ચે ચડસાચડસી ચાલે છે એ વાતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક જિલ્લામાં સભા કરશે.

કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ હવે બીજેપીના કેન્દ્રીય નેતૃત્વનું સંપૂર્ણ ધ્યાન રાજસ્થાન પર છે. વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક જિલ્લામાં વડાપ્રધાન મોદીની સભાઓ કરવા વિશે મંથન ચાલી રહ્યું છે.

આ અંગે કેન્દ્રીય નેતૃત્વએ પણ દરેક જિલ્લામાંથી માહિતી મંગાવવાનું શરૂ કર્યું છે. સંભવતઃ પાર્ટી દેશમાં પ્રથમ વખત આવો પ્રયોગ કરવા જઈ રહી છે જ્યારે નરેન્દ્ર મોદી ચૂંટણી રાજ્યના દરેક જિલ્લામાં સભાઓ કરશે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી PM મોદીના ચહેરા પર જ લડવાની છે. રાજ્ય ભાજપમાં ચાલી રહેલ જૂથવાદ પણ તેની પાછળ હોવાનું માનવામાં આવે છે.ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ જાણે છે કે જો PMના ચહેરા પર ચૂંટણી લડવામાં આવશે તો પ્રદેશ નેતાઓમાં ચાલી રહેલા જૂથવાદની ચૂંટણી પર અસર નહીં પડશે.

આ સાથે જ ભાજપની નજર વિધાનસભાની ચૂંટણી બાદ યોજાનારી લોકસભાની ચૂંટણી પર પણ છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનમાં 25માંથી 25 બેઠકો જીતી હતી. તે 2024ની ચૂંટણીમાં પણ આ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માંગે છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય નેતૃત્વએ PM મોદીની સભાઓને લઈને તમામ જિલ્લાઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. જેમાં સ્થાનિક મુદ્દાઓની સાથે જિલ્લાના રાજકીય સમીકરણોની પણ માહિતી માંગવામાં આવી છે. જેમાં  છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કયા જિલ્લામાં ભાજપે કેટલી બેઠકો જીતી, ઉમેદવારની જીત અને હાર વચ્ચે શું તફાવત હતો, ભાજપની હારના મુખ્ય કારણો શું હતા?• આ સાથે જિલ્લાનું જ્ઞાતિ સમીકરણ શું છે, જિલ્લાની વિધાનસભા બેઠકો પર વિજેતા ઉમેદવારો કોણ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ રાજ્યના 33માંથી 7 જિલ્લામાં ખાતું પણ ખોલાવી શક્યું ન હતું. આ સાત જિલ્લામાં ભાજપ એક પણ બેઠક જીતી શકી નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના દિવસે અજમેર જવાના છે. NDAના 9 વર્ષ પુરા થવાના પ્રસંગે PM મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અજમેરને ભાજપનો ગઢ માનવામાં આવે છે એટલે સૌથી પહેલી સભા અહીં રાખવામાં આવી છે. અગાઉની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં અજેમરમાં ભાજપે 8માંથી 5 બેઠકો જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp