જામમાં ફસાવા પર BJP ધારાસભ્યને આવ્યો ગુસ્સો,કારમાંથી ઉતરીને ડિવાઈડર પર જઈને બેઠા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ગેરકાયદેસર દબાણની સામે ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માનો ગુસ્સો એટલો વધી ગયો કે, તેઓ મોડી રાત્રે 11 વાગ્યે રોડ પર બનેલા ડિવાઈડર પર બેસી ગયા. ત્યાર બાદ અધિકારીઓને ફોન કરીને કહ્યું કે, દબાણ હાલમાં જ દૂર કરો. આ સમગ્ર મામલો લખીમપુર ખેરી બસ સ્ટેન્ડનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, લખીમપુર સદર સીટના ધારાસભ્ય યોગેશ વર્મા એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ રસ્તા વચ્ચે અડધો કલાક સુધી જામમાં ફસાઈ ગયા.

નારાજ ધારાસભ્ય પોતાની SUV ગાડીમાંથી ઉતરીને પહેલા રોડવેઝ બસ સ્ટેન્ડ પર બનેલી પોલીસ ચોકી પર ગયા. ત્યાં હાજર સૈનિકોને ધારાસભ્યએ કહ્યું કે, જામ ખોલાવો અને દબાળ દૂર કરાવો. તો ત્યાં હાજર સૈનિકોએ તેમને કહ્યું કે તમે આગળ વધો. સૈનિકોની આ વાત સાંભળીને ધારાસભ્યને વધુ ગુસ્સો આવી ગયો.

પછી તેઓ બસ સ્ટેન્ડની સામે રોડ પર બનેલા ડિવાઈડર પર બેસી ગયા અને ત્યાંથી જ અધિકારીઓને ફોન કરી દીધો. સ્થળ પર પહોંચેલા CO સિટી સંદીપસિંહ અને નગર પાલિકાના કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને દબાળ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી.

ધારાસભ્ય યોગેશ વર્માએ જણાવ્યું કે, જ્યારે હું એક કાર્યક્રમમાંથી મારી કાર લઈને અહીંથી જઈ રહ્યો હતો ત્યારે અહીં ભારે ટ્રાફિક જામ થયો હતો. મેં ધારાસભ્ય હોવાને કારણે નહીં, પરંતુ એક સામાન્ય નાગરિક હોવાના કારણે કહી રહ્યો છું કે, લોકોને પરેશાની થાય છે. મેં શહેરમાં અન્ય સ્થળોએ પણ દબાણ દૂર કરવા માટે સૂચના આપી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ કઈં પહેલીવાર નથી કે સદર ધારાસભ્યએ ગેરકાયદેસર દબાણને રાત્રે જ દૂર કરાવ્યું હોય. આ અગાઉ શહેરના સંકટા દેવી મંદિરની પાસેથી પણ તેમણે દબાણ દૂર કરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp