અતીક-અશરફની હત્યા વિપક્ષે કરાવી, રહસ્ય ખુલી જવાનો ડર હતો:યોગીના મંત્રીનું નિવેદન

PC: dharmpal singh

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને માફિયા અતીક અહમેદ અને તેના ભાઇ અશરફની હત્યા પછી રાજકારણમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. એ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી સરકારના એક મંત્રીએ વિપક્ષ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે શનિવારે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, માફીયા અતીક અને અશરફની હત્યા વિપક્ષે કરાવી છે, કારણકે તેમને ડર હતો કે તેમના રાઝ ખુલી જશે. ગયા સપ્તાહમાં અતીક અને અશરફને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારે તેમની જાહેરમાં હત્યા થઇ હતી.

અતીક અહેમદ અને અશરફની હત્યામાં ભાજપના નેતા ધર્મપાલ સિંહે વિપક્ષ પર મોટો આરોપ લગાવ્યો છે. ધરમપાલ સિંહે શનિવારે કહ્યું હતું કે, અતીક અહેમદની હત્યા વિપક્ષ દ્વારા કરવામાં આવી છે, કારણ કે આતિક દ્વારા વિપક્ષના ઘણા રહસ્યો ખુલવાના હતા. આથી તેમણે અતીકની હત્યા કરાવી હતી.

યોગી સરકારના મંત્રી ધર્મપાલ સિંહ શનિવારે ચંદોસીમાં હતા. તેમણે કહ્યુ કે, વિપક્ષી નેતાઓના કેટલાંક ગંભીર રહસ્યો અતીક અહમદ પાસે હતા. એ ખુલી જવાનો વિપક્ષને ડર હતો એટલે તેમણે અતીકની હત્યા કરાવી નાંખી છે.તેમણે અગાઉની સરકારો પર આરોપ લગાવતા કહ્યુ કે, પહેલાની સરકારોમાં પોલીસ અધિકારીઓ માફિયા અતીકના આંતકથી ખુરશીમાંથી ઉભા થઇ જતા હતા. ન્યાયાધીશો અતીકના કેસની સુનાવણીનો ઇન્કાર કરી દેતા હતા. પરંતુ યોગી સરકારે માફીયાને પગે પાડી દીધો હતો.

આ પહેલા ઉન્નાવમાં અતીકના પુત્ર અસદના એન્કાઉન્ટર પર ધર્મપાલ સિંહે કહ્યું હતું કે આજે અતીકના પુત્ર અસદ અને તેના ગુનેગારોને માર્યા જવાથી સમગ્ર યુપીમાં ખુશીની લહેર છે. તેમણે કહ્યું કે યોગી સરકારનું મોડલ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત થઈ રહ્યું છે અને લોકો યોગીની જેમ સરકાર ચલાવવાની માંગ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને માફીયા અતીક અહમદે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી હતી અને એક મીડિયા રિપોર્ટ મુજબ તેની પાસે 11000 કરોડની સંપત્તિ હતી. થોડા દિવસો પહેલા અતીકના પુત્ર અસદનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. એના પછી અતીક અને તેના ભાઇ અશરફની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. સાબરમતી જેલમાંથી અતીકને પ્રયાગરાજમાં એક કેસમાં લાવવામાં આવ્યો હતો તે વખતે પોલીસ મેડિકલ ટેસ્ટ માટે અતીકને લઇને ગઇ હતી. અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ફાયરીંગમાં અતીક- અશરફની ઢીમ ઢળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp