આ બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જેમ ચૂંટણી લડવાનો AAPનો પ્લાન

PC: facebook.com/AAPkaArvind

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે મોર્ચાની લડાઇ હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ ત્રીજા મોર્ચા તરીકે ગુજરાતમાં આક્રમક મેહનત કરીને પોતાનું સ્થાન બનાવ્યું. ભલે ધારણાં જેટલી સીટ  આમ આદમી પાર્ટીને ન મળી, પરંતુ આટલા ઓછા સમયમાં પાર્ટીનું મહત્ત્વનું યોગદાન રહ્યું. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી આ બે રાજ્યોમાં ગુજરાતની જેમ જ ચૂંટણી લડશે તેવી યોજના બનાવી હોવાનું જાણવા મળ્યું છે.

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામાથી સંતુષ્ટ નજરે પડી રહી છે. હવે એ જ તર્જ પર આમ આદમી પાર્ટી મધ્ય પ્રદેશ અને હરિયાણા વિધાનસભાની ચૂંટમી લડવાની તૈયારી કરી રહી છે. આ બંને રાજ્યોમાં 2023 અને 2024માં ચૂંટણી થવાની છે. AAPના એક નેતાએ કહ્યું કે 2023માં જે 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યાં અમારા ઉમેદવારોને મેદાનમાં ઉતારાશે.AAP નેતાએ એમ પણ કહ્યુ કે, પાર્ટી માત્ર  મધ્ય પ્રદેશ અને હરિયાણામાં જ ગુજરાતની જેમ ચૂંટણી અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકની તાજેતરમાં આ રાજ્યોના પ્રમુખો સાથે થયેલી બેઠક પછી આ નિર્ણય લેવાયો છે.

ધી ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ નહીં છાપવાની શરતે કહ્યું હતું કે ચૂંટણી લડતા પહેલાં પાર્ટીએ પોતાના ઉમેદવારની તાકાત, આંતરિક સર્વેક્ષણ અને નાણાંકીય સ્થિતિને જોવી પડશે. એક પાર્ટી જે એક સંગઠન બનાવવાની કોશિશ કરી રહી છે, એના માટે બધી ચૂંટણીઓમાં ઉતરવું સંભવ નથી.

આ વર્ષમાં મેઘાલય, ત્રિપુરા, મિજોરમ, નાગાલેન્ડ, તેલગાંણા, કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.AAPએ જે રાજ્યોમાં ભાજપ- કોંગ્રેસની સીધી લડાઇ હતી તેવા રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે. દિલ્હી, પંજાબ અને ગુજરાત તાજા ઉદાહરણ છે. 2023માં આમ આદમી પાર્ટીને આ અવસર મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળી શકે છે.

આમ આદમી પાર્ટીએ મધ્ય પ્રદેશની નગર પાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. અહીં આમ આદમી પાર્ટીના એક મેયર પણ છે. AAP નેતાએ કહ્યુ કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પાર્ટીને સંભાવના દેખાઇ રહી છે. રાજસ્થાન જે પંજાબ અને દીલ્હીથી નજીક છે અને મધ્ય પ્રદેશમાંAAPનું સંગઠન મજબુત છે.

મધ્ય પ્રદેશ ઉપરાંત આમ આદમી પાર્ટીએ હરિયાણા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો છે, જ્યાં ઓકટોબર 2024માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પાર્ટી હવે દરેક વિધાનસભા ક્ષેત્રમાં ટીમની નિમણૂંક કરશે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp