મારા ભાઈને ખરીદી શક્યા નહીં અદાણી-અંબાણી, પ્રિયંકા ગાંધીના ભાજપ પર આકરા પ્રહારો

PC: newsreach.in

કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો નવ દિવસના વિશ્રામ બાદ મંગળવારે ફરી પ્રારંભ થયો અને ઉત્તર પ્રદેશમાં દાખલ થઈ. ગાઝિયાબાદમાં આ યાત્રાના પ્રવેશ કર્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના ઘણા અન્ય નેતાઓ તેમજ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી અને અન્ય ભારત જોડો યાત્રિઓનું સ્વાગત કર્યું. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સ્ટેજ પર સાથે બેઠેલા દેખાયા. જ્યાં રાહુલ ગાંધી પોતાની બહેન પર પ્રેમ વરસાવતા દેખાયા. આ જોઈ કોંગ્રેસ કાર્યકર્તાઓએ તાળીઓ વગાડવાની શરૂ કરી દીધી. કોંગ્રેસે ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું, ભાઈ-બહેનનો નિશ્ચલ પ્રેમ. આ વીડિયોમાં ચાર દિશાઓ જૈસી તુમ હો... ગીત પણ ચાલી રહ્યું છે.

પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈનું સ્વાગત કરતા જોરદાર ભાષણ પણ આપ્યું અને રાહુલ ગાંધીને યોદ્ધા ગણાવ્યા. તેમણે રાહુલ ગાંધી વિશે વાત કરતા કહ્યું કે, મારો મોટો ભાઈ, સૌથી વધુ ગર્વ તારા પર છે. સત્તા તરફથી બધુ જ જોર લગાવવામાં આવ્યું, સરકારે હજારો કરોડ રૂપિયા ખર્ચ કર્યા જેથી તારી છબિ ખરાબ કરી શકાય, પરંતુ એ સત્યથી પાછળ ના હટ્યો. એજન્સીઓ લગાવવામાં આવી, પરંતુ તેઓ ડર્યા નહીં, તે યોદ્ધા છે. પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે, અદાણી અને અંબાણીએ દેશના મોટામાં મોટા નેતા ખરીદી લીધા, પીએસયૂ ખરીદી લીધા, મીડિયા ખરીદી લીધા, પરંતુ મારા ભાઈને ના ખરીદી શક્યા અને ક્યારેય ખરીદી પણ નહીં શકશે.

રાહુલ ગાંધીના ઠંડીમાં ટી-શર્ટ પહેરીને ફરવા પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોઈએ મને કહ્યું કે શું તમારા ભાઈને ઠંડી નથી લાગતી કારણ કે, તેઓ માત્ર એક ટી-શર્ટ પહેરીને ચાલી રહ્યા છે. કોઈકે કહ્યું કે, તેમને ઠંડીથી બચાવો, જેકેટ તો પહેરાવો. કોઈકે કહ્યું કે, હવે કાશ્મીર જઈ રહ્યા છે, શું તેમની સુરક્ષાને લઈને ડર નથી લાગતો? મારો જવાબ એ છે કે, તેમણે સત્યનું કવચ પહેરેલું છે. ભગવાન તેમને સુરક્ષિત રાખશે.

જણાવી દઈએ કે રાહુલની સાથે તેમની બહેન અને કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આજથી યાત્રામાં જોડાશે. બંને બાગપત થઈને માવી કલાન, સિસાના અને સરુરપુર જશે. 5 જાન્યુઆરીએ હરિયાણામાં પ્રવેશતા પહેલા ભારત જોડો યાત્રા કૈરાના અને શામલીના ઘણા વિસ્તારોમાં જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp