મારો ભાઇ દુનિયાનો સૌથી સાચો માણસ, પ્રિંયંકાઓ વાયનાડમાં ખેલ્યું ઇમોશનલ કાર્ડ

PC: facebook.com/priyankagandhivadra

સાંસદ પદ ગયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળના વાયનાડ પહોંચ્યા છે અને તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પહોંચી છે. પ્રિયંકાએ વાયનાડમાં પ્રજાને સંબોધન કરતી વખતે ઇમોશનલ કાર્ડ રમ્યું હતું. તેમણે કહ્યું કે, મારો ભાઇ દુનિયાનો સૌથી સાચો માણસ છે, જે ખુલીને બોલી શકે છે અને કોઇનાથી પણ ડરતો નથી.

સુરતના એક માનહાનિ કેસમાં 2 વર્ષની સજા મળ્યાના બીજા દિવસે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ પણ રદ થયું હતું. તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા. સાંસદનું સભ્ય પદ છીનવાઇ ગયા પછી પહેલીવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે વાયનાડ પહોંચ્યા છે. સાથે પ્રિયંકા પણ ભાઇનો સાથ આપવા માટે ગઇ છે.

વાયનાડની જનતાને સંબોધન કરતા પ્રિયંકાએ કહ્યું કે, તમે જાણો છો કે મારો ભાઇ સૌથી સાચો માણસ છે. સત્તાની તાકાત તેને હટાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ તે મક્કમ પણે ઉભો છે. પ્રિયંકાએ કહ્યું કે એ તો તમારા સંઘર્ષને સમજે છે, તમારા માટે એણે કામ કર્યું છે, એ હમેંશા તમારી સાથે ઉભો રહ્યો છે.

પ્રિયંકાએ કહ્યું કે જ્યારે રાહુલનું સંસદ પદ છીનવાઇ ગયું હતું, ત્યારે તે પોતાનો સામાન પેક કરવા માટે વાયનાડ આવ્યો હતો. મેં મારા ભાઇનો સામન પેક કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે મારી પાસે મદદ માટે પતિ, બાળકો છે, પરંતુ રાહુલ તો એકલો બેઠો હતો. પ્રિયંકાએ ભાવૂક સ્પીચ આપી તો રાહુલ ગાંધીએ પણ વાયનાડની પ્રજાને ઘણું બધું કહ્યું .

રાહુલ ગાંધીએ કહ્યુ કે, વાયનાડની પ્રજાએ મારો પરિવાર છે અને તમારી સાથે મારો લગાવ છે. તેમણે આગળ કહ્યુ કે, 4 વર્ષ પહેલાં જ્યારે વાયનાડ આવ્યો હતો, પછી તમારો સાંસદ બન્યો હતો. અહીં પ્રચાર કરવાની રીત બિલકુલ અલગ હતી. સામાન્ય રીતે અમે પ્રચારમાં નીતિઓ પર વાત કરીએ છીએ, પરંતુ હું જ્યારે વાયનાડ પ્રચાર કરવા માટે આવ્યો તો મને લાગ્યું હતું કે, હું મારા પરિવારની વચ્ચે આવ્યો છું. ભલે હું કેરળનો નથી, પરંતુ  તમારો એવો પ્રેમ મળ્યો કે  હું તમારો ભાઇ કે દીકરો હોય તેવું લાગ્યું.

રાહુલે કહ્યું કે એક સાંસદ હોવાનું મહત્ત્વ શું છે તેનો મને અહેસાસ છે. તમારા લોકોનો દીલથી પ્રેમ મેળવવાનો હોય છે. જનતાનું પ્રતિનિધિત્વ કરવું મોટી વાત હોય છે, એના માટે તેમના સંઘર્ષને સમજવા પડે છે. કેન્દ્ર પર નિશાન સાધીને રાહુલે કહ્યું કે, સાસંદ તો માત્ર એક ટેગ છે, એક પદ છે. મને વાયનાડની જનતાનું પ્રતિનિધિત્વ કરતા કોઇ રોકી શકે નહી. રાહુલે કહ્યુ કે અહીંના લોકો માટે હું હમેંશા લડતો રહીશ.

રાહુલે કહ્યું કે મેં સંસદમાં પ્રધાનમંત્રીને ગૌતમ અદાણી સાથે જોડાયેલો સવાલ પુછ્યો હતો અને મેં સાબિત કરી દીધું કે કેવી રીતે પ્રધાનમંત્રી અદાણીને મદદ કરે છે. રાહુલે કહ્યુ કે મારી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

રાહુલે રેલી દરમિયાન વાયનાડની જનતાને વચન પણ આપી દીધું હતું . તેમણે કહ્યું કે, હું સાંસદ હોઉં કે ના હોઉ, પરંતુ જ્યારે વાયનાડમાં મેડિકલ કોલેડ કે બફર ઝોનની વાત આવશે. તો પોતે કામ કરાવીને રહેશે. તેમણે કહ્યુ કે વાયનાડ સાથે મારો સંબંધ કોઇ બે-ચાર વર્ષનો નથી, પરંતુ આખી જિંદગીનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp