રાહુલને કોર્ટનો ઝટકો મળ્યા બાદ પ્રિયંકા ગાંધીની ઇમોશનલ પોસ્ટ- આ અહંકારી ભાજપ...

PC: khabarchhe.com

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સુરતની નીચલી અદાલતનો ચુકાદો રદ કરવા માટેની અરજીને શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો. કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે આ મોટો ઝટકો છે, કારણકે હવે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાહુલ ચૂંટણી લડી શકશે કે નહીં તે એક મોટો સવાલ ઉભો થયો છે. એ દરમિયાન કોંગ્રેસ નેતા અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ પર લાંબી લચક અને ભાવૂક પોસ્ટ લખી છે. પ્રિયંકાએ કવિતા લખીને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે.

પ્રિયકાંએ ટ્વીટમાં કવિતાથી શરૂઆત કરીને લખ્યું છે કે "समर शेष है, जनगंगा को खुल कर लहराने दो शिखरों को डूबने और मुकुटों को बह जाने दो पथरीली ऊँची जमीन है? तो उसको तोड़ेंगे समतल पीटे बिना समर की भूमि नहीं छोड़ेंगे समर शेष है, चलो ज्योतियों के बरसाते तीर खण्ड-खण्ड हो गिरे विषमता की काली जंजीर"

પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યુ કે,રાહુલ ગાંધી આ અહંકારી શક્તિ સામે સત્ય અને લોકોના હિતની લડાઈ લડી રહ્યા છે. અહંકારી સત્તા ઇચ્છે છે કે જનહિતના પ્રશ્નો ઉભા ન થાય, અહંકારી સત્તા ઇચ્છે છે કે દેશના લોકોનું જીવન સુધરે તેવા પ્રશ્નો ઉભા ન થાય, અહંકારી સત્તા ઇચ્છે છે કે તેમને મોંઘવારી પર પ્રશ્નો ન પૂછાય, રોજગારી પર કંઇ ન પૂછાય. યુવાનો ખેડૂતોની સુખાકારી માટે કોઈ અવાજ ન હોવો જોઈએ, મહિલાઓના અધિકારની વાત ન થવી જોઈએ, મજૂરોના સન્માનનો પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ.

અહંકારી શક્તિ સત્યને દબાવવા માટે દરેક યુક્તિ અજમાવી રહી છે, તે જનતાના હિત સાથે જોડાયેલા પ્રશ્નોમાંથી ધ્યાન ભટકાવવા માટે શામ, દામ, દંડ અને ભેદના તમામ ઉપાયો અપનાવી રહી છે. પરંતુ, સત્ય, સત્યાગ્રહ, જનતાની શક્તિની સામે ન તો સત્તાનો ઘમંડ લાંબો ચાલશે કે ન સત્ય પર અસત્યનો પડદો. રાહુલ ગાંધીએ આ અહંકારી શક્તિની સામે જનતાના હિત સાથે જોડાયેલા પ્રશ્નોનો પ્રકાશ પ્રગટાવ્યો છે.

પ્રિયંકાએ લખ્યુ કે એટલે રાહુલ ગાંધી દરેક કિંમત ચૂકવવા તૈયાર છે અને તમામ હુમલાઓ અને અહંકારી ભાજપ સરકારની યુક્તિઓ અપનાવવા છતા એક સાચા દેશપ્રેમીની જેમ જનતા સાથે જોડાયેલા સવાલો કરવાથી પીછેહઠ કરી રહ્યા નથી. જનતાનું દર્દ વ્હેંચવા માટે અડીખમ ઉભા છે. સત્યની જીત થશે,જનતાનો અવાજ જીતશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp