રાહુલ ગાંધી 3 એપ્રિલ સુરત આવશે, કોર્ટ જશે, જાણો કોંગ્રેસનો પ્લાન

PC: twitter.com/ANI

‘મોદી સરનેમ’ કેસમાં દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ નિર્ણયને કોર્ટમાં પડકાર આપશે. રાહુલ ગાંધી સોમવારે સુરત સેશન કોર્ટમાં નિર્ણયને પડકાર આપતા અરજી દાખલ કરી શકે છે. સુરત કોર્ટ દ્વારા હાલમાં જ દોષી ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીની સભ્યતા જતી રહી છે. કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટ દ્વારા દોષી ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલયે તેમની સાંસદ સભ્યતા રદ્દ કરી દીધી છે.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ કર્ણાટકના કોલારમાં એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. આ નિવેદન વિરુદ્ધ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ, સેશન કોર્ટમાં અપીલના અવસર પર રાહુલ ગાંધી હાજર રહેવા માગે છે. ગુજરાત સહિત કોંગ્રેસના અન્ય મોટા નેતાઓને પહોંચવા કહી દેવામાં આવ્યું છે.

પાર્ટીના અધિકારીઓનું કહેવું છે કે, હાઇકોર્ટમાં અપીલ સહિત અન્ય વિકલ્પો પર પણ નિર્ણય થઈ શકે છે. સજાની જાહેરાત થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટર પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારું ભગવાન છે, અહિંસા તેને હાંસલ કરવાનું સાધન છે.’ કોર્ટના નિર્ણય પ્રત્યે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત પાર્ટીના ઘણા નેતાઓએ નારાજગી જાહેર કરી હતી.

ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધી નિવેદન નોંધાવવા માટે કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાને નિર્દોષ બતાવ્યા હતા. રાહુલ ગાંધી આ કેસમાં સુનાવણીમાં 3 વખત ઉપસ્થિત રહી ચૂક્યા હતા. રાહુલ ગાંધીની સભ્યતા જતી રહ્યા બાદ આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીએ એક દિવસ સંકલ્પ સત્યાગ્રહ કર્યો હતો. તો રાહુલ ગાંધીને આવાસ ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. રાહુલ ગાંધીની સભ્યતા રદ્દ થયા બાદ કોંગ્રેસના તમામ નેતાઓએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી રાખ્યો છે.

ભાજપે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની કાયદાકીય ટીમ કોર્ટના આદેશને પડકાર આપવાની જરૂરી ઉત્સુકતા ન દેખાડી કેમ કે પાર્ટી કર્ણાટક ચૂંટણી અગાઉ તેને અવસર બનાવવાનું લક્ષ્ય બનાવી રહી હતી. સવાલ ઉઠ્યા હતા કે કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ પર તાત્કાલિક કાર્યવાહી થઈ, પરંતુ રાહુલ ગાંધીની સજા બાદ નહીં. તેના પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, કાયદાકીય ટીમ તેના પર કામ કરી રહી છે. અમે જાણીએ છીએ કે, ક્યાં અને ક્યારે અપીલ કરવાની છે કેમ કે અમારી પાસે 30 દિવસનો સમય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp