રાહુલ ગાંધીએ અમેરિકામાં મોદી સરકારના આ નિર્ણયના કર્યા વખાણ, જુઓ શું કહ્યું

PC: indianexpress.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં અમેરિકામાં છે, જ્યાં તેઓ અલગ-અલગ કાર્યક્રમોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ સતત નિવેદન આપી રહ્યા છે. જો કે, એક અવસર એવો પણ આવ્યો, જ્યારે તેમણે કેન્દ્ર સરકારની નીતિન વખાણ કર્યા. રાહુલ ગાંધીએ રશિયા પર કેન્દ્ર સરકારના વલણનું સમર્થન કર્યું છે. રશિયાએ ગયા વર્ષે યુક્રેન પર યુદ્ધ છેડી દીધું હતું. ત્યારબાદ પશ્ચિમી દેશો સતત તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે, ભારતે આ મુદ્દા પર અલગ સ્ટેન્ડ લીધું છે.

તેમને (રાહુલ ગાંધીને) પૂછવામાં આવ્યું કે, શું તમે રશિયા પર ભારતના તટસ્થ વલણનું સમર્થન કરો છો? તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘રશિયા સાથે અમારા સારા સંબંધ છે. રશિયા પર અમારી કેટલીક નિર્ભરતાઓ છે એટલે મારું વલણ ભારત સરકાર સમાન જ હશે.’ ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ભારત, યુક્રેનમાં રશિયાની કાર્યવાહીની નિંદા કરનારા સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓમાં બધા પ્રસ્તાવોથી દૂર રહ્યો છે. ભારતનું કહેવું છે કે, શાંતિપૂર્ણ વાતચીત જ સંકટને હલ કરવાની એકમાત્ર રીત છે.

જો કે, રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતે પોતાનું હિત જોવું પડશે. ભારત ખૂબ મોટો દેશ છે. તેના ઘણા અન્ય દેશો સાથે સંબંધ છે. એ એટલો નાનો દેશ નથી કે તેના કોઈ એક દેશ સાથે સંબંધ હશે અને કોઈ સાથે નહીં. અમે હંમેશાં આ પ્રકારના સંબંધ રાખીશું. અમારા કેટલાક લોકો સાથે સારા સંબંધ હશે, બીજાઓ સાથે સંબંધ વિકસિત થશે, જેથી સંતુલન બન્યું રહે. તો રાહુલ ગાંધીએ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂર સંબંધોનું સમર્થન કર્યું, સાથે જ ઉત્પાદન ખર્ચની જરૂરિયાત તેમજ ડેટ અને કુત્રિમ મેઘા (AI) જેવા ઊભરતા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગને રેખાંકિત કર્યા.

તેમણે કહ્યું કે, આ દ્વિપક્ષીય સંબંધોમાં માત્ર સુરક્ષા તેમજ રક્ષાના પહેલું પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પૂરતું નહીં હોય. કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પરિસરમાં બુધવારે રાત્રે વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીને પૂછ્યું કે, ‘આગામી પાંચ થી દસ વર્ષોમાં ભારત અને ચીનના સંબંધ કેવા હશે? તમે તેને કઈ રીતે જુઓ છો? તેનો જવાબ આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, એ અત્યારે મુશ્કેલ છે. મારો અર્થ છે કે અમારા કેટલાક ક્ષેત્રમાં કબજો કરી રાખ્યો છે. એ મુશ્કેલ છે એ એટલું સરળ નથી. ભારત પર કઈ થોપી નહીં શકાય. એવું કંઈ થવાનું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp