હું ઠંડીથી ડરતો નથી નિવેદન આપીને PM બનવાની વાત કરે છે રાહુલઃ અજય આલોક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ઠંડીથી ડરવાળા નિવેદનને લઇને રાજનીતિ તેજ થતી જઇ રહી છે. તેને લઇને શનિવારે (31 ડિસેમ્બર 2022ના રોજ) એક ટી.વી. ચેનલ પર ચાલી રહેલી ડિબેટ દરમિયાન રાજનૈતિક વિશ્લેષક અજય આલોકે રાહુલ ગાંધીના આ નિવેદનની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી આ પ્રકારનું નિવેદન આપીને વડાપ્રધાન બનવાની વાત કહી રહ્યા છે. શિયાળો છે. લોકોને ઠંડી લાગશે તો લોકો સ્વેટર વગેરે પહેરશે, પરંતુ રાહુલ ગાંધી કહે છે કે તમે લોકો ઠંડીથી ડરી ગયા.
તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી હ્યુમન છે કે નહીં, કે પછી સુપર હ્યુમન છે. રાહુલ ગાંધી કહે છે કે, દેશમાં નફરત છે અને નફરતનો ફાયદો બે ઉદ્યોગપતિઓને થાય છે. હું પૂછવા માગું છું કે જ્યાં નફરત હશે, ત્યાં ઉદ્યોગ કઇ રીતે ઉત્પન્ન થશે. ઉયોગપતિને તેનો ફાયદો કઇ રીતે થશે. તો બીજી રીતે રાહુલ ગાંધી કહે છે કે મને ભારત જોડો યાત્રામાં ક્યાંય નફરત નજરે ન પડી. રાહુલ ગાંધીની વાતોમાં એટલો વિરોધાભાસ છે કે સમજવું મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર પર ભારે પ્રહાર કર્યો હતો.
આ દરમિયાન તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન ઠંડીમાં ટી-શર્ટ પહેરવાના સવાલ પર પણ જવાબ આપ્યો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમની ટી-શર્ટથી લોકોને એટલી પરેશાની કેમ છે? અહીં એક પણ ટી-શર્ટમાં નથી બેઠું. શું તમે ઇચ્છો છો કે હું સ્વેટર પહેરી લઉં? તેમણે હલકા અંદાજમાં કહ્યું કે, યાત્રા બાદ તમારા માટે એક વીડિયો બનાવી દઇશ કે ઠંડીમાં ટી-શર્ટ પહેરીને કઇ રીતે ચાલવામાં આવે છે. કોંગ્રેસના સાંસદે મજાકિયા અંદાજમાં રિપોર્ટરને ગુરુજી સંબોધિત કરતા કહ્યું કે, તમે સ્વેટર કેમ પહેરી રાખ્યો છે? તેનું કારણ છે કે તમે ઠંડીથી ડરો છો.
હું ઠંડીથી ડરતો નથી. સીધી વાત છે. મને અત્યાર સુધી ઠંડી લાગી રહી નથી. હું વિચારી રહ્યો છું કે, જેવી જ મને ઠંડી લાગવાની શરૂ થઇ જશે, પછી સ્વેટર પહેરવા લાગીશ, પરંતુ અત્યાર સુધી ઠંડી લાગી નથી. રાહુલ ગાંધીએ હાલમાં જ ટી-શર્ટ પર કહ્યું હતું કે દેશના ગરીબો, ખેડૂતો, વિદ્યાર્થીઓને આ વાત કેમ પૂછવામાં આવતી નથી કે તેમને ઠંડી કેમ નથી લાગતી? તેમણે કહ્યું કે, મને પૂછવામાં આવે છે કે તમને ઠંડી નથી લગતી? હું એ જાણવા માગું છું કે દેશના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગરીબોને એ વાત કેમ પૂછવામાં આવતી નથી કે તેમને ઠંડી લાગે છે કે નહીં? ગત મંગળવારે રાહુલ ગાંધી અચાનક બ્લેક ટી-શર્ટમાં દિલ્હીના વસંત વિહાર માર્કેટમાં નજરે પડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp