જો રાહુલ ગાંધીએ એ બિલ ન ફાડ્યું હોત તો આજે ન લટકી હોત સાંસદ સભ્યપદ પર તલવાર

PC: twitter.com

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરતની સેશન કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે રાહુલ ગાંધીને જામીન તો આપી દીધા છે, પરંતુ 2 વર્ષની સજા હોવાના કારણે તેમની સંસદની સભ્યતા પર સંકટ મંડરાઈ રહ્યું છે. જો રાહુલ ગાંધીએ આજથી 10 વર્ષ અગાઉ મનમોહન સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને ન ફાડ્યો હોત તો તેમની સભ્યતા પર કોઈ પણ પ્રકારનું સંકટ ન હોત. જનપ્રતિનિધિ કાયદા મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ કેસમાં 2 વર્ષથી વધારે સજા થઈ તો તેમની સભ્યતા (સંસદ અને વિધાનસભા) રદ્દ થઈ જશે. એટલું જ નહીં, સજાની અવધિ પૂરી કર્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે.

શું હતો મનમોહન સરકાર દ્વારા લાવવામાં આવેલો વટહુકમ?

વર્ષ 2013ના સપ્ટેમ્બર મહિનામાં UPA સરકારે એક વટહુકમ પાસ કર્યો હતો. તેનું ઉદ્દેશ્ય એજ વર્ષે જુલાઇ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા પાસ કરેલા એક આદેશને નિષ્ક્રિય કરી દીધો હતો, જેમાં કોર્ટે કહ્યું હતું કે, દોષી સાબિત થયેલા સાંસદો અને ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરી દેવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આ વટહુકમને લાવવા પર ભારતીય જનતા પાર્ટી (BJP), લેફ્ટ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી હતી.

મનમોહન સરકાર પર આરોપ લાગી રહ્યા હતા કે, તે ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપવા માગે છે, એટલે આ વટહુકમને લાવવામાં આવ્યો છે. એ સમયે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર પણ ચારા કૌભાંડને લઈને અયોગ્યતાની તલવાર લટકી રહી હતી. આ આખા હોબાળા વચ્ચે કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, જેમાં તેના વટહુકમની સારાઈઓને જનતાને બતાવવાની હતી.

આ દરમિયાન રાહુલ ગાંધી કોન્ફરન્સમાં પહોંચ્યા અને તેમણે પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, આ વટહુકમ બકવાસ છે અને તેને ફાડીને ફેકી દીધો હતો. તેની સાથે જ તેમણે વટહુકમની કોપી ફાડી દીધી હતી. રાહુલ ગાંધીએ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આપણે રાજનૈતિક કારણોના કારણે તેને (વટહુકમ) લાવવાની જરૂરિયાત છે. દરેક એમ જ કરે છે. કોંગ્રેસ, ભાજપ, જનતા દળ એ બધા એમ જ કરે છે, પરંતુ આ બધુ બંધ થવું જોઈએ. જો આપણે આ આદેશમાં ભ્રષ્ટાચાર સામે લડવા માગીએ છીએ તો આપણે બધાને એવી નાની સમજૂતી બંધ કરવી પડશે.

પાર્ટી જે કરી રહી છે તેમાં મારો રસ છે. આપણી સરકાર જે કરી રહી છે તેમાં મારો રસ છે અને મને વ્યક્તિગત રૂપે લાગે છે કે આ વટહુકમના સંબંધમાં આપણી સરકારે જે કર્યું છે તે ખોટું છે. કોંગ્રેસ તરફથી જ્યારે કોન્ફરન્સ કરવામાં આવી હતી, એ સમયે તાત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અમેરિકાના પ્રવાસે હતા. એ ઘટના બાદ રાહુલ ગાંધીને મનમોહન સિંહને ચિઠ્ઠી લખીને પોતાનો પક્ષ રાખ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં તત્કાલીન UPA સરકારે આ વટહુકમને પાછો લઈ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp