રાહુલ ગાંધીએ 2020થી 113 વખત સુરક્ષા નિયમોનુ ઉલ્લંઘન કર્યુ,કોંગ્રેસને CRPFનો જવાબ

PC: twitter.com

કોંગ્રેસે બુધવારે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂંક અંગે ગૃહ મંત્રાલયને ચિઠ્ઠી લખી હતી. તેને લઈને CRPFએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જવાબ સોંપ્યો છે. CRPFએ ગૃહ મંત્રાલયને જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વર્ષ 2020થી અત્યાર સુધી 113 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. CRPFના જણાવ્યા મુજબ ઘણી વખત ભારત જોડો યાત્રા દરમિયાન પણ એમ થયું છે. CRPFએ કોંગ્રેસના આરોપો પર ગૃહ મંત્રાલયને જણાવ્યું કે, ગાઈડલાઇન મુજબ જ રાહુલ ગાંધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

CRPFના જણાવ્યા મુજબ પ્રવાસો પર વ્યક્તિની સુરક્ષાની જવાબદારી રાજ્ય પોલીસના સમન્વયથી CRPFની હોય છે. ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારો સંબંધિત બધા હિતધારકોના જોખમના આંકલનના આધાર પર સલાહ જાહેર કરવામાં આવી છે. દરેક પ્રવાસ માટે અગ્રિમ સુરક્ષા સંપર્ક (ASL) પણ કરવામાં આવે છે. રાહુલ ગાંધીની દિલ્હી યાત્રા અગાઉ 22 ડિસેમ્બરના રોજ બધા હિતધારકોને સામેલ કરીને ASL કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન બધા સુરક્ષા દિશા નિર્દેશોનું સખ્તાઈથી પાલન કર્યું અને દિલ્હી પોલીસે જાણકારી આપી કે સુરક્ષાકર્મીઓની પૂરતી તૈનાતી કરવામાં આવી હતી.

CRPFના જણાવ્યા મુજબ, સંરક્ષિત વ્યક્તિ માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા ત્યારે સારી રીતે કામ કરે છે, જ્યારે સંરક્ષિત સ્વયં નિર્ધારિત સુરક્ષા ગાઈડલાઇનનું પાલન કરે છે. તો ઘણી વખત રાહુલ ગાંધી તરફથી નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે અને આ બાબતે સમય સમય પર જાણકારી આપવામાં આવી છે.

કોંગ્રેસે શું કહ્યું હતું?

કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સુરક્ષાની ચૂંકનો આરોપ લગાવતા ગૃહ મંત્રાલયને ચિઠ્ઠી લખી હતી. કોંગ્રેસનો આરોપ છે કે દિલ્હી પોલીસ રાહુલ ગાંધીની સુરક્ષાના મુદ્દે પૂરી રીતે નિષ્ફળ રહી છે. કોંગ્રેસ મહાસચિવે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે જેવી જ યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચી. ત્યારબાદ ઘણી વખત રાહુલ ગાંધીની સુરક્ષામાં સેન્ધ લાગી અને દિલ્હી પોલીસ ભીડને નિયંત્રિત કરવા અને તેમની ચારેય તરફ સુરક્ષાના ઘેરામાં મેન્ટેન કરવામાં નિષ્ફળ રહી.

રાહુલ ગાંધીને Z પ્લસ સિક્યોરિટી મળી છે. કે.સી. વેણુગોપાલે ફરિયાદમાં કહ્યું કે, ત્યારબાદ સ્થિતિ ખૂબ બગડી ગઈ. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ભારત જોડો યાત્રામાં સામેલ યાત્રીઓએ સુરક્ષા ઘેરો બનાવવો પડ્યો. દિલ્હી પોલીસ મુકદર્શક બની રહી અને ભીડ રોકવામાં નિષ્ફળ રહી. એ સિવાય ઇન્ટેલિજેન્સ બ્યૂરોનો ઉપયોગ એ લોકોને ડરાવવા ધમકાવવા કરવામાં આવી રહ્યો છે જે રાહુલ ગાંધીને મળી રહ્યા છે. IB તેમની સતત પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp