રાહુલ ગાંધીના કાફલાને મણિપુરમાં રોકી દેવાયો,પીડિતોને મળવા રાહત કેમ્પ જતા હતા

PC: sakshi.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલાને મણિપુરમાં અટકાવી દેવામાં આવ્યો છે, પોલીસે સુરક્ષાના કારણો આપીને રાહુલને આગળ જતા અટકાવી દીધા હતા. કોંગ્રેસ નેતા મણિપુરમાં હિંસા પીડિતોને મળવા રાહત કેમ્પમાં જઇ રહ્યા હતા, પરંતુ પોલીસે રોકી દીધા છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી મણિપુરમાં અવિરત હિંસાની ઘટનાઓ આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે મણિપુર પહોંચી ગયા છે, રાહત શિબિરોની મુલાકાત લેશે અને પીડિતોને મળશે. કોંગ્રેસે એક નિવેદનમાં કહ્યું કે, મણિપુર લગભગ બે મહિનાથી હિંસાથી સળગી રહ્યું છે અને ત્યાં શાંતિની જરૂર છે જેથી સમાજ સંઘર્ષમાંથી શાંતિ તરફ પરત ફરી શકે. તે માનવીય દુર્ઘટના છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચી ગયા છે અને તેઓ એરપોર્ટથી સીધા હિંસા પીડિતોને મળવા રાહત કેમ્પ તરફ જવા નિકળ્યા હતા, પરંતુ પોલીસે તેમના કાફલાને બિષ્ણુપુર જિલ્લા પાસે જ અટકાવી દીધો હતો.પોલીસે કહ્યું કે આગળ અશાંતિ છે અને સુરક્ષાના કારણોસર આગળ જવાની પરવાનગી આપી શકાય નહીં. રાહુલ ગાંધી મણિપુરની રાજધાની ઇમ્ફાલથી માંડ 20 કિ.મી. સુધી જ પહોંચી શક્યા હતા.

રાહુલ ગાંધીનો 29 અને 30 જૂન એમ 2 દિવસનો મણિપુરનો કાર્યક્રમ છે અને તેઓ ઇમ્ફાલ અને ચુરાચાંદપુરની મુલાકાત કરવાના છે. રાહુલ ગુરુવારે બપોરે તુઈબોન્બોમાં ગ્રીનવુડ એકેડમી અને ચુરાચંદપુરમાં સરકારી કોલેજની મુલાકાત લેશે. તે પછી કોનઝેંગબામમાં કોમ્યુનિટી હોલ અને મોઇરાંગ કોલેજ તરફ આગળ જશે.પૂર્વોત્તર રાજ્ય મણિપુર 58 દિવસથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. અહીં હિંસામાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મણિપુર ગયા હતા અને રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને પીડિતોની વાત સાંભળી હતી.

એક સપ્તાહ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં મણિપુરની સ્થિતિને લઇને 18 પાર્ટીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સમાજવાદી પાર્ટી અને RJDએ મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહના રાજીનામાની અને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી હતી.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે રાહુલ રાહત શિબિરોમાં વંશીય સંઘર્ષથી વિસ્થાપિત લોકોને મળશે અને નાગરિક સમાજ સંગઠનો સાથે વાતચીત કરશે. ઇમ્ફાલ પહોંચ્યા પછી, તેઓ પહેલા રાહત શિબિરોની મુલાકાત લેશે અને બાદમાં કેટલીક નાગરિક સમાજ સંસ્થાઓ સાથે વાતચીત કરશે. રાહુલનો ચુરાચંદપુર જિલ્લાની મુલાકાત લેવાનો કાર્યક્રમ છે, જ્યાં તેઓ રાહત શિબિરોની મુલાકાત લેશે. તે પછી રાહુલ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ જશે અને વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે. વંશીય સંઘર્ષ બાદથી લગભગ 50,000 લોકો રાજ્યભરમાં 300 થી વધુ રાહત શિબિરોમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp