રાહુલે અડધી રાત્રે હાઇવે પર ટ્રકથી કરી મુસાફરી, લોકો કરી રહ્યા છે વખાણ

PC: twitter.com/INCIndia

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતો સાથે મુલાકાત બાદ હવે ટ્રક ડ્રાઇવરને મળવા પહોંચી ગયા. તેમણે અંબાલાથી ચંડીગઢ સુધી એક ટ્રકથી મુસાફરી કરી. કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી શિમલા જઈ રહ્યા હતા, આ દરમિયાન ડ્રાઈવરો સાથે વાતચીત કરવાના ઉદ્દેશ્યથી એક ટ્રકમાં સવાર થઈ ગયા. કોંગ્રેસ તરફથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેના પર લોકો અને નેતાએ પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કોંગ્રેસ તરફથી વીડિયો શેર કરીને રાહુલ ગાંધીને જનનાયક બતાવતા ટ્વીટ કરી કે, ‘રાહુલજીએ તેમની સાથે દિલ્હીથી ચંડીગઢ સુધીની સફર કરી. મીડિયા રપોર્ટ્સ મુજબ, ભારતના માર્ગો પર લગભગ 90 લાખ ટ્રક ડ્રાઇવર્સ છે. તેમની પોતાની સમસ્યાઓ છે. તેમના મનની વાત સાંભળવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું. કોંગ્રેસ નેતા શ્રીનિવાસને ટ્વીટ કરી કે તેઓ પોતાના મનની નહીં, દેશના મનની વાત સાંભળે છે. આ દિલ હિન્દુસ્તાન માટે ધડકે છે.

સુપ્રિયા સુનેતે ટ્વીટ કરી કે, હવે અડધી રાત્રે ટ્રકના ડ્રાઇવર્સ સાથે આખરે કેમ મુલાકાત કરી રહ્યા છે રાહુલ ગાંધી? કેમ કે તેઓ આ દેશના લોકોની વાત સાંભળવા માગે છે, તેમના પડકારો અને પરેશાનીઓ સમજવા માગે છે. તેમને એમ કરતા જોઈને એક વિશ્વાસ જેવો છલકાય છે. કોઈ તો છે જે લોકો સાથે ઊભું છે અને ધીરે ધીરે અનુભવ થઈ રહ્યો છે કે આ દેશ પરત ફરવા માગે છે પ્રેમ અને શાંતિના માર્ગ પર. ધીરેથી આ દેશ આખરે ચાલી જ પડ્યો છે રાહુલ ગાંધી સાથે.

@Jaikyyadav16 નામના યુઝરે લખ્યું કે, રાહુલ ગાંધીજીએ ટ્રકથી મુસાફરી કરી. આ નેતાના વખાણ માટે શબ્દ જ બચ્યા નથી. શું જમીની નેતા છે રાહુલ ગાંધી જી. @khabtiG નામના યુઝરે લખ્યું કે, દેશના કયા નેતા હશે જે આટલી ગરમીમાં ટ્રક ડ્રાઇવરોની પરેશાની સાંભળવા નીકળશે? એ તમે બનાવટી ઢંગે દેખાડા માટે નહીં કરી શકો. એ ત્યારે જ થઈ શકે છે જ્યારે હકીકતમાં તમારી અંદર કરુણા હોય, લોકોનું દુઃખ, દર્દ વહેચવાની ચાહત હોય. હવે લોકોને વિશ્વાસ થવા લાગ્યો છે કે તેમનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.

રમેશ સિંહ નામના યુઝરે લખ્યું કે, કેમર લઈને રાતના સમયે? જ્યારે સત્તાથી બહાર રહો છો તો આ જ પ્રકારે બધા નેતા જોવા મળે છે. એક અન્ય યુઝરે લખ્યું કે, રાહુલ જી ઈચ્છે છે કે તેમના એક ઇશારા પર જનતા મોદી સરકાર વિરુદ્ધ રસ્તા પર આવી જાય, એટલે પોતાનું નેટવર્ક વધારી રહ્યા છે, પરંતુ તેમને ખબર નથી કે ભારતની જનતા મોદીજીને કેટલો બધો પ્રેમ કરે છે. નરેન્દ્ર શર્મા નામના યુઝરે લખ્યું કે, આજે જ્યારે મોદીજીએ હાઇવેની સ્થિતિ સુધારી દીધી, આજે ટ્રક ડ્રાઈવરોને લગભગ જરૂરિયાતની દરેક સુવિધા મળી રહી છે, પરંતુ આ લોકો નાટક કરવા જશે જ.

કોંગ્રેસના નેતાઓ મુજબ, રાહુલ ગાંધીએ 22-23 મેની રાત્રે અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે મુલાકાત કરી અને સફર પણ કરી. આ દરમિયાન તેઓ ડ્રાઇવરોના મુદ્દા અને તેમની સમસ્યાઓને આપણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી સતત દેશને જોડાવા અને પ્રેમ વહેંચવાની વાત કહી રહ્યા છે, ગત દિવસોમાં તેમણે વિદ્યાર્થીઓ, ઝુંપડીઓમાં રહેતા લોકો સાથે પણ વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp