26th January selfie contest

રાહુલ વારંવાર નામ ઉછાળે છે, ગૌતમ અદાણીએ રાજીવ ગાંધીના વખાણ કરતા કહી આ વાત

PC: republicworld.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનેક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન સાધીને અદાણી- અંબાણીનું નામ લેતા રહેતા હોય છે. રાહુલ આરોપ લગાવે છે કે મોદી સરકાર તેમના કેટલાંક પસંદગીના મિત્રોને ફાયદો પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગૌતમ અદાણીએ એક ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધીના પિતા અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના વખાણ કર્યા હતા અને સ્વ. રાજીવ પ્રત્યે આભાર પ્રકટ કર્યો હતો. અદાણીએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, રાજીવ ગાંધી ન હતે તો તેમની શરૂઆત આવી ન હોત. ઇન્ટરવ્યૂમાં અદાણીએ PM મોદી સાથેના સંબધો વિશે પણ વાત કરી હતી.

ઇન્ડિયા ટુ ડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ત્રીજું સ્થાન ધરાવનાર ગૌતમ અદાણીએ રાજીવ ગાંધી વિશે વાત કરતા કહ્યુ હતું કે, જ્યારે રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે મારા જીવનની શરૂઆત હતી. અદાણીએ કહ્યું કે રાજીવ ગાંધીએ EXIM પોલીસીને પ્રોત્સાહન આપ્યું હતું અને અનેક વસ્તુઓ ઓપન જનરલ લાયસન્સની યાદીમાં આવી. જેને લીધે મને એક્સપોર્ટ હાઉસ શરૂ કરવામાં મદદ મળી. જો રાજીવ ગાંધી ન હોત તો મારી શરૂઆત આ રીતે ન થઇ શકી હોત.

ઇન્ટરવ્યૂમાં સવાલ પુછવામાં આવ્યો કે ટીકાકારો કહે છે કે PM મોદીના સમયમાં અદાણીનું સામ્રાજ્ય ઝડપથી વધ્યું. જેનો જવાબ આપતા ગૌતમ અદાણીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદી અને હું બંને ગુજરાતથી આવીએ છીએ એટલે આવા આરોપો સરળતાથી લાગે છે. અદાણીએ કહ્યુ કે જ્યારે હું મારી ઉદ્યોગ સાહસિક સફર પર નજર કરું છું, ત્યારે તેને હું 4 તબક્કામાં વહેંચી શકુ છું.

પહેલા તબક્કામાં મારી શરૂઆત હતી અને રાજીવ ગાંધીનો પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ હતો.  બીજું પ્રોત્સાહન મને 1991માં મળ્યુ. જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે પી.વી. નરસિંહારાવ હતા અને નાણાં મંત્રી તરીકે ડો. મનમોહન સિંહ હતા. તે વખતે આર્થિક સુધારા કરવામાં આવ્યા. બીજા ઉદ્યોગ સાહસિકોની જેમ મને પણ આર્તિક સુધારોન ફાયદો મળ્યો.

ત્રીજો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે ગુજરાતમાં કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. તે સમય સુધી ગુજરાતનો બધો ઔદ્યોગિક વિકાસ માત્ર મુંબઇથી દિલ્હીની આસપાસ મર્યાદિત હતો. જ્યારે કેશુભાઇ પટેલે દરિયાકાંઠાના વિસ્તારો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું ત્યારે પહેલું બંદર બનાવવાની તક મળી.

ચોથા નંબરે, અદાણીએ 2001માં નરેન્દ્ર મોદી CM બન્યા પછીનો સમયગાળો મૂક્યો હતો. તેમણે કહ્યું કે મોદીની નીતિઓને કારણે ગુજરાતનો આર્થિક વિકાસ ઝડપી થયો છે. અદાણીએ વધુમાં કહ્યું કે જે પણ કહેવાય છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આપણી પ્રગતિ સામે પૂર્વગ્રહ છે. અદાણીએ કહ્યું કે મોદી દરેક નાગરિકના જીવનમાં પરિવર્તન લાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp