રાહુલ ગાંધી એક વીક દિલ્હીમાં નહોતા, ફેસબૂક પોસ્ટ પર કારણ જણાવ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક સપ્તાહ સુધી દિલ્હીમાં હાજર નહોતા. હવે તેમણે ફેસબુક પોસ્ટ પર જાણકારી આપી છે કે આ એક સપ્તાહ તેઓ ક્યાં ગયા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘૂંટણની ઈજાની સારવાર કરાવીને શનિવારે દિલ્હી પરત ફર્યા હતા. રાહુલે કેરળની પ્રખ્યાત કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળામાં આયુર્વેદિક સારવાર લીધી છે. પૂર્વ સાંસદે પોતે ફેસબુક પોસ્ટ દ્વારા આની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેરળના કોટ્ટક્કલમાં કાયાકલ્પનો અનુભવ થયો.
રાહુલ ગાંધીને એક સપ્તાહ પહેલા ઘૂંટણની સમસ્યા ઉભી થઇ હતી જેના ઇલાજ માટે કેરળ પહોંચ્યા હતા.એક સપ્તાહ સુધી તેમણે આયુર્વેદિક સારવાર લીધી હતી.
કોંગ્રેસ નેતા અને કેરળના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ એક તસ્વીર સાથે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે, કોટ્ટક્કલ વૈદ્યશાળામાં મારું રહેવુ એક તરોતાજા અનુભવ કરનારું રહ્યું. છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે પ્રેમ અને કાળજી માટે, ડૉ. પી.એમ. વેરિયર અને તેની ટીમનો મારો હૃદયપૂર્વક આભાર. હું ટ્રસ્ટી રાઘવ વેરિયર, ડૉ. કે. મુરલીધરન, સુજીત એસ. વેરિયર, કે.આર. અજય, ડો. પી. રામકુમાર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. જી.સી. હું ગોપાલ પિલ્લઈ અને સેલજા માધવન કુટ્ટીનો પણ આભાર વ્યક્ત કરું છું.
રાહુલ ગાંધીએ 27 જુલાઇએ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર એમ.ટી વાસુદેવન નાયર સાથે મુલાકાત કરી હતી. એક ફેસુબુક પોસ્ટમાં રાહુલે લખ્યું કે કેરળની મારા વર્તમાન પ્રવાસ દરમિયાન અનેક અદભૂત અનુભવોની સાથે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ ટી વાસુદેવન નાયર સાથે પણ મારી મુલાકાત થઇ હતી. રાહુલે આગળ લખ્યું કે વાસુદેવન નાયર એ મલયાલમ સાહિત્યના દિગ્ગજ છે, તેમની પછળ 6 પ્રસિદ્ધ દાયકાઓનું લેખન છે. તેઓ જ્ઞાન અને બુદ્ધિમત્તાના પાવરહાઉસ છે. તેમની સાથે સમય વિતાવવો અને ભારતના દુર્લભ રત્નોમાંના એકને સાંભળવા, તેમની પાસેથી શિખવું એ મારા માટે સન્માનની વાત રહી છે.
કેરળના વાયનાડના પૂર્વ લોકસભા સાંસદ રાહુલ ગંધીએ 25 જુલાઇએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીની યાદમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત એક શ્રધ્ધાંજલિ સભામાં પણ ભાગ લીધો હતો, જેમનું 18 જુલાઇએ નિધન થયું હતું. રાહુલે ગયા બુધવારે આર્ય વૈધશાળા પરિસરમાં આવેલા શ્રી વિશ્વંભરા મંદિરમાં પૂર્જા-અર્ચના કરી હતી એ પછી રાહુલે કથકલી નૃત્યની રજૂઆત પણ માણી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp