લોકરમાં કોંગ્રેસ નેતાના 500 કરોડ, 50 કિલો સોનું છે, BJPના નેતા ધરણા પર બેસ્યા

PC: indiatvnews.com

રાજસ્થાનમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને કોંગ્રેસ અને ભાજપ પોતપોતાની તૈયારીમાં લાગેલા છે, આ દરમિયાન ભાજપના નેતાએ કોંગ્રેસના એક નેતા સામે મોટો આરોપ લગાવીને ધરણાં શરૂ કર્યા હતા. 3 કલાક પછી તેમણે ધરણાં પુરા થયાની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પોલીસે લોકર્સ સીલ કરી દીધા છે.

રાજસ્થાનના ભાજપના રાજ્યસભા સાંસદ કિરોડી લાલ મીણા 13 ઓક્ટોબરે જયપુરના એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ધરણાં પર બેઠા હતા. કિરોડી લાલ મીણાએ આરોપ લગાવ્યો હતો કે આ કોમ્પ્લેક્સના લોકરમાં કોંગ્રેસ નેતાના 500 કરોડ રૂપિયા 50 કિલો સોનું છુપાવવામાં આવ્યું છે. ભાજપ સાંસદે કહ્યું કે જ્યાં સુધી પોલીસ આ લોકરો નહીં ખોલે ત્યાં સુધી તેઓ હડતાળ પર બેસી રહેશે. જો કે 3 કલાક પછી તેમણે ધરણાં પુરી કરી દીધા હતા.

13 ઓક્ટોબરે સવારે 11 વાગે સાંસદ કિરોડી લાલ મીણાએ જયપુરના મિર્ઝા ઈસ્માઈલ રોડ પર આવેલા ગણપતિ કોમ્પ્લેક્સની બહાર પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારબાદ મીણા કોમ્પ્લેક્સના ભોંયરામાં પહોંચ્યા. અહીં તે લોકર રૂમમાં ગયા અને લોકરમાં500કરોડની કેશ અને 50 કિલો સોનું હોવાનો દાવો કર્યો હતો.

સાંસદે આરોપ લગાવ્યો હતો કે ગણપતિ કોમ્પ્લેક્સમાં જે લોકર્સ છે તે દિનેશ ખોડનિયાના છે. સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે લોકર્સમાં રાખવામાં આવેલા કથિત રૂપિયા રાજસ્થાન પેપર લીકમાંથી કમાણી કરેલા છે.

એ પછી કિરોડી લાલ મીણા ધરણાં પર બેસી ગયા હતા. તેમણે કહ્યું કે જ્યાં સુધી પોલીસ અથવા કોઇ જવાબદાર એજન્સી આવીને લોકર્સ નહીં ખોલશે ત્યાં સુધી તેઓ ધરણાં પર બેસી રહેશે.

3 કલાક પછી તેમણે ધરણાં સ્થિગત કર્યા અને મીડિયાને જાણકારી આપી હતી કે, મારી માંગ પર પોલીસે લોકર્સને સીલ કરી દીધા છે. સંબંધિત એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે અને સુરક્ષા માટે પોલીસકર્મી તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી પછી મેં ધરણાં સ્થગિત કરી દીધા છે. ટુંક સમયમાં ભ્રષ્ટાચારથી ભેગુ કરવામાં આવેલું કાળું ધન લોકોની સામે આવશે.

લોકર સીલ થયાના દાવા પર પોલીસે કશું કહ્યું નથી. મળતી માહિતી મુજબ 13 ઓક્ટોબરની સાંજે ઈન્કમ ટેક્સની ટીમ પણ ગણપતિ કોમ્પ્લેક્સ પહોંચી હતી. રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સવાઈ માધોપુરથી કિરોડી લાલ મીણાને મેદાનમાં ઉતાર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp