સબ ઇન્સ્કપેક્ટરે પોલીસની વર્દીમાં ફોટો સાથે BJPની ટિકીટ માગી, SPએ લીધા આ એક્શન

PC: navbharattimes.indiatimes.com

રાજસ્થાનનમાં હવે નજીકના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી છે. એક સબ-ઇન્સ્પેક્ટર ચૂંટણી લડવાનો એવો નશો ચઢી ગયો કે તેમણે તમામ નિયમો અને કાયદાને નેવે મુકીને પોલીસ યુનિફોર્મમાં પોતાનો ફોટો ક્લિક કરાવ્યો અને બેનરો, પોસ્ટરો અને પેમ્ફલેટ છપાવી દીધા. પેમ્ફલેટ મુજબ સબ ઈન્સ્પેક્ટરે ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે અરજી કરી છે. પોલીસ સબ ઇન્સ્પેકટરને આ હરકત ભારે પડી ગઇ છે અને તેમની નોકરી જોખમમાં આવી ગઇ છે. SPએ સબ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ મામલો રાજસ્થાનના ભરતપુરનો છે. ભરતપુરના વૈર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રેમ સિંહ ભાસ્કરનો વર્દીમાં ફોટો સાથે એક પેમ્પલેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. જેમાં પ્રેમ સિંહ ભાસ્કરે પોતાને ધૌલાપુરની બસૈડી વિધાનસભામાં ભાજપના સંભિવત ઉમેદવાર તરીકે બતાવી દીધા છે.

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને જોરશોરથી બધી પાર્ટીઓની તૈયારી ચાલી રહી છે તેવા સમયે પ્રેમ સિંહ ભાસ્કરના પોલીસની વર્દીમાં વાયરલ થયેલા પેમ્પેલ્ટને કારણે પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. જ્યારે આ પેમ્પ્લેટ ભરતપુરના સુપ્રીમ ટેન્ડન્ટ ઓફ પોલીસ પાસે પહોંચ્યું તો તેમણે પ્રેમ સિંહ ભાસ્કરને સસ્પેન્ડ કરી દીધા છે. ભાસ્કરની સામે ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

બીજી તરફ શિક્ષાત્મક પગલા પછી પ્રેમ સિંહ ભાસ્કરે પોલીસ વિભાગમાંથી સ્વેચ્છા નિવૃતિની અરજી કરી છે. પ્રેમ સિંહે અરજીમાં કહ્યું છે કે પોલીસ વિભાગમાં મે 34 વર્ષ સેવા કરી છે અને હવે હું વૃદ્ધ થઇ ગયો છું. એટલે પરિવાર અને સમાજમાં રહીને સમાજ સેવા કરવા માંગુ છું,મને વોલ્યુન્ટીયર રિટાયરમેન્ટ આપવા અરજી કરું છું.

ભાજપ પાસે ટિકીટની માંગ કરનાર પ્રેમ સિંહ ભાસ્કર ધૌલાપુર જિલ્લામાં આવેલા કુસેડા ગામના રહેવાસી છે અને તેમની છેલ્લી ડ્યુટી ભરતપુર જિલ્લામાં હતી. પ્રેમ સિંહ માટે એવું કહેવાય છે કે તેમની પોલીસની નોકરી દરમિયાન તેઓ અનેક વખત વિવાદમાં ફસાયા છે અને અનેક વખત સસ્પેન્ડ પણ થઇ ચૂક્યા છે.

પ્રેમ સિંહે ભાજપ પાસે બસૈડી વિધાનસભા મત વિસ્તારમાંથી ટિકીટની માંગ કરતી અરજી કરી છે. પ્રેમ સિંહે છપાવેલી પત્રિકામાં પોતાના જીવવનો પરિચય પણ આપ્યો છે. રાજકારણનો રંગ જ એવો છે, ભલભલાને સમાજ સેવા કરવાનું ભૂત ચઢી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp