AAP નેતાએ પણ રામચરિતમાનસને ગણાવ્યું દલિત વિરોધી, ચંદ્રશેખરનું કર્યું સમર્થન

PC: theprint.in

રામ-કૃષ્ણની પૂજા ન કરવાની શપથ અપાવવાના કારણે મંત્રીની ખુરશી ગુમાવી ચૂકેલા આમ આદમી પાર્ટી (AAP) નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે હવે રામચરિતમાનસને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રામચરિતમાનસને નફરતી ગ્રંથ બતાવનારા બિહારના મંત્રી ચંદ્રશેખરનું સમર્થન કર્યું છે. આમ આદમી પાર્ટીના નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જો કે, અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી. વીડિયોમાં રાજેન્દ્ર પાલ ગૌતમ કહે છે કે, ચંદ્રશેખરે જે કહ્યું, તેમાં ખોટું નથી.

તેમણે કહ્યું કે, મનુસ્મૃતિ અને રામચરિતમાનસમાં જે શબ્દ લખ્યા છે તે સ્ત્રી અને દલિત વિરોધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો રાજસ્થાનના અજમેરમાં થયેલા એક કાર્યક્રમનો છે. વાયરલ વીડિયોમાં રાજેન્દ્ર પાલ ગૌતમ કહે છે કે, ઘણી બધી ટી.વી. ચેનલો પર ડિબેટ ચાલી રહી છે. તેઓ કહી રહ્યા હતા કે બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરજીએ જે મનુસ્મૃતિને લઇને, રામચરિતમાનસને લઇને જે પોતાના ઉદ્દગાર વ્યક્ત કર્યા, આ કારણે આખા દેશની મીડિયા પાછળ પડી ગઇ છે.

તેમણે આગળ કહ્યું કે, હું પૂછવા માગું છું કે ડૉ. ચંદ્રશેખરે ખોટું શું કહ્યું? પોતાની મરજીથી શું કહ્યું? જે મનુસ્મૃતિમાં લખ્યું છે, રામચરિતમાનસમાં લખ્યું છે, તેમણે એમ જ તો કહ્યું કે જે લખ્યું છે તે ખોટું છે. તે સ્ત્રી વિરોધી છે. શું આપણે બધાએ ડૉ. ચંદ્રશેખર સાથે ઊભા ન થવું જોઇએ? શું દેશની અંદર સમતાવાદી અને માનવતા પસંદ લોકોએ આંખ બંધ કરીને અંધ લોકોનું અનુકરણ કરવું જોઇએ? શું રામચરિતમાનસમાં લખ્યું નથી કે કિઢોલ અભણ શુદ્ર પશુ નારી, આ બધુ તાડના અધિકારી, તેઓ વ્યાખ્યા કરી રહ્યા છે કે તાડનાનો અર્થ છે જોવું.

ત્યારે તેમાં ક્લિયર તાડનાનો અર્થ મારવાનું અને જો જોવાનો અર્થ છે તો શું નારીને ઘૂરવી જોઇએ. શું મારવી જોઇએ? તમારા ધર્મ શાસ્ત્ર અમને માણસનો દરજ્જો આપવા તૈયાર નથી. તમારી આસ્થા છે. તમે તો કહી રહ્યા છો કે અમારી આસ્થાને ઠેસ પહોંચી રહી છે. અમારી તો બહેન દીકરીઓની રોજ ઇજ્જત લૂંટાઇ રહી છે, અમારા યુવાનોને મારવામાં આવી રહ્યા છે. વસ્તીઓ સળગાવવામાં આવી રહી છે.

તો ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, રામચરિતમાનસ બકવાસ છે, તેના કેટલાક હિસ્સાને બેન કરી દેવો જોઇએ. તેમનું કહેવું છે કે તેનાથી પછાત, દલિત વર્ગોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. એક ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ જો ધર્મના નામ પર કોઇ વર્ગને અપમાનિત કરવા માટે કંઇક કહેવામાં આવે છે તો તે આપત્તિજનક છે.

રામચરિતમાનસના કેટલાક અંશ છે જેના પર મને આપત્તિ હતી અને આજે ફરી કહી રહ્યો છું. કોઇ પણ ધર્મમાં કોઇને ગાળો આપવાનો અધિકાર નથી. તુલસીદાસના રામચરિતમાનસમાં એક ચોપાઇ છે જે બરનધમ તેલી કુમ્હારા, સ્વપચ કિરાત કોલ કલવારા, તે સીધી રીતે જાતિનું નામ લઇને અધમ જાતિનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp