‘મોદી જાણે છે જનતાની નાડી, એટલે જ તો વધારી છે દાઢી..' આઠવલેએ સંભળાવી કવિતા

PC: indiatvnews.com

દિલ્હી સેવા બિલ (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર બિલ 2023) પર રાજ્યસભામાં ગરમાગરમ ચર્ચા થઇ રહી છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ બિલનું સમર્થન કર્યું છે. તેમણે દિલ્હી સર્વિસ બિલની જરૂરિયાત બતાવી અને તેના વિરોધને લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહાર કર્યો. રામદાસ આઠવલેએ કહ્યું કે, સંવિધાને દિલ્હીની કેન્દ્ર સરકારને જે અધિકાર આપ્યા છે, તેમને છીનવવાનો પ્રયાસ થઇ રહ્યો છે એટલે અમિતભાઇએ આ બિલ લાવવું પડ્યું છે.

રામદાસ આઠવલે સંસદમાં મજેદાર કવિતાઓ સંભળાવવા માટે જાણીતા છે. સોમવારે ફરી એક વખત તેમનો આ જ અંદાજ જોવા મળ્યો. રામદાસ આઠવલેએ દિલ્હી સેવા બિલને લઇને એવી કવિતા સંભળાવી, જેને સાંભળીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા નેતા ખૂબ હસ્યા.

રામદાસ આઠવલેએ સંભળાવેલી કવિતા:

અમિતભાઇ કા ઇતના અચ્છા આ ગયા હાઇ બિલ

સામને વાલો કો હો રહા હૈ ફિલ

નરેન્દ્ર મોદી પાસ હૈ ઇતની અચ્છી વિલ

દિલ્હી મેં હો રહી હૈ શરાબ કી ડીલ

નરેન્દ્ર મોદી ઔર અમિત શાહ કી બહુત અચ્છી બન ગઇ હૈ જોડી

ફીર કોંગ્રેસ ઔર આપ વાલો કી કૈસે આગે જાયેગી ગાડી

નરેન્દ્ર મોદી જાનતે હૈ જનતા કી નાડી

ઇસિલિયે તો મૈંને બઢાઇ હૈ દાઢી

રામદાસ આઠવલેની કવિતાનું ગુજરાતી ભાષાંતર:

અમિતભાઇનું એટલું સારું આવી ગયું છે બિલ

સામેવાળાઓને થઇ રહ્યું છે ફિલ

નરેન્દ્ર મોદી પાસે છે એટલી સારી વિલ

દિલ્હીમાં થઇ રહી છે દારૂની ડીલ

નરેન્દ્ર મોદી અને અમિત શાહની ખૂબ સારી બની ગઇ છે જોડી

પછી કોંગ્રેસ અને આપવાળાની કેવી રીતે આગળ જશે ગાડી?

નરેન્દ્ર મોદી જાણે છે જનતાની નાડી

એટલે જ તો મેં વધારી છે દાઢી.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેએ કહ્યું કે, ‘હું કોંગ્રેસને પૂછવા માગું છું કે કેમ હવે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છો. તમે 70 વર્ષો સુધી રાજ કર્યું અને પોતાને સંવિધાનને માનનારા બતાવો છો. જ્યારે તમે (કોંગ્રેસ) સત્તામાં હતા ત્યારે પણ આ અધિકાર આરકે પાસે હતા. દિલ્હીમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે પણ આ અધિકાર કેન્દ્ર પાસે હતા. આજે જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં છે ત્યારે પણ આ અધિકાર કેન્દ્ર પાસે છે. અરવિંદ કેજરીવાલ મારા સારા મિત્ર છે. અન્ના હજારે સાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનમાં તેઓ સામેલ થયા, સારી વાત છે.

રામદાસ આઠવલેએ આગળ કહ્યું કે, ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. સેન્ટ્રલ હોલમાં રોજ સંવિધાન સભા થતી હતી. આ દરમિયાન તે પાસ કરવામાં આવ્યું કે દિલ્હીને હેન્ડલ કરવાનો બધો અધિકાર કેન્દ્ર પાસે હોવો જોઇએ. આ બિલ ખૂબ જરૂરી છે. એટલે હું તેનું સમર્થન કરું છું અને તેના પર વિપક્ષના સપોર્ટની માગ કરું છું. વિપક્ષી ગઠબંધનને લઇને પ્રહાર કરતા તેમને કહ્યું કે, લોકતંત્રમાં સાથે આવવાનો અધિકાર છે. એક-બીજાને હરાવવાનો અધિકાર છે, પરંતુ આ બિલને લઇને મતલબ વિના હોબાળો કરવો જરૂરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp