મહારાષ્ટ્રમાં BJP-શિવસેના વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી? CM શિંદેના પુત્ર...

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે બાદ સાંસદના પુત્રએ રાજીનામાની ભલામણ કરી છે. તેમની સાથે જ રાજનૈતિક ગલિયારામાં ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાના ગઠબંધનમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. કલ્યાણ લોકસભા સીટથી સાંસદ શ્રીકાંત શિંદેએ ભાજપના કેટલાક નેતાઓ પર શિવસેના અને ભાજપના ગઠબંધનને નબળું કરીને સ્વાર્થી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
શ્રીકાંત શિંદેની આ પ્રતિક્રિયા એ પ્રસ્તાવ બાદ આવી છે જેમાં હાલમાં જ ભાજપના નેતાઓની સ્થાનિક એકાઈ દ્વારા કલ્યાણ લોકસભા ક્ષેત્રમાં આયોજિત એક બેઠકમાં પાસ કરવામાં આવ્યો હતો. તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ સીટ પર ભાજપ શિવસેનાનું સમર્થન નહીં કરે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું કે, વર્ષ 2024માં અમે અને દેશમાં બધા લોકો નરેન્દ્ર મોદીને આ દેશના વડાપ્રધાનના રૂપમાં ફરી ચૂંટવા માગે છે. અમે તેના માટે ભરપૂર પ્રયાસ કરીશું, પરંતુ ડોંબીવલીના કેટલાક નેતા કોઈક કારણોસર શિવસેના અને ભાજપના ગઠબંધનમાં મીઠું નાખવાની સ્વાર્થી રાજનીતિ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, હું વ્યક્તિગત રૂપે કોઈ પદની આકાંક્ષા રાખતો નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં કોને ઉમેદવાર બનાવવાનો છે તેનો નિર્ણય શિવસેના અને ભાજપ ગઠબંધનના વરિષ્ઠ નેતા કરશે. જો મારું નામાંકન થતું નથી તો જે પણ ઉમેદવાર હશે અમે તેના માટે પ્રચાર કરીશું અને તેને જીતાડીશું. અમારું ઉદ્દેશ્ય ફરી ભાજપ-શિવસેના ગઠબંધન અને કેન્દ્રમાં ભાજપ સાથે સરકાર બનાવવાનું છે. જો કોઈ આ દિશામાં અમારા દ્વારા કરવામાં આવેલા કામનો વિરોધ કરે છે, જો કોઈ નારાજ થાય છે અને જો ગઠબંધનમાં કોઇ વ્યવધાન આવે છે તો હું પોતાના પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની કલ્યાણ લોકસભા સીટને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે તણાવ નજરે પડી રહ્યો છે. વર્તમાનમાં અહીથી મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે સાંસદ છે. તો રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે આ સીટ પર ભાજપની નજર છે. તેને લોકસભા ક્ષેત્રને ભાજપ પોતાનું પ્રાકૃતિક ક્ષેત્ર માને છે કેમ કે ત્યાંથી સ્વર્ગીય રામ કાપસે ઘણી વખત ધારાસભ્ય અને 2 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. એટલે ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં અહીથી પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે.
કલ્યાણ લોકસભા સીટમાં કુલ 6 વિધાનસભા સીટ આવે છે. તેમાંથી 3 પર ભાજપના ધારાસભ્ય છે. તેમાં રવીન્દ્ર ચૌવ્હાણ (ડોંબીવલી), કુમાર એલિયાની (ઉલ્હાસનગર) અને ગણપત ગાયકવાડ (કલ્યાણ પૂર્વ) સામેલ છે. તો માત્ર એક સીટ પર શિંદે ગ્રુપના ધારાસભ્ય છે. તો અંબરનાથ સીટ છે જ્યાંથી બાલાજી કિંકર ધારાસભ્ય છે. બાકી બચી 2 સીટ. તેમાંથી મુંબ્રા-કાલવા પર NCPથી જિતેન્દ્ર ચૌહાણ અને કલ્યાણ ગ્રામીણથી MNSના રાજૂ પાટિલ ધારાસભ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp