કર્ણાટકમાં મુસ્લિમ આરક્ષણ ગેરબંધારણીય હતું, અમે ખતમ કર્યું: અમિત શાહ

PC: outlookindia.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કરવાની સાથે કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા છે. એક ન્યૂઝ ચેનલ દ્રારા આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે, કર્ણાટકમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગેરકાયદે મુસ્લિમ આરક્ષણ કાયદો લાવવામાં આવ્યો હતો, જે અમે ખતમ કરી નાંખ્યો અને બંધારણને વ્યવસ્થિત લાવવાનું કામ અમે કર્યું.

ન્યૂઝ ચેનલ આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે ભાજપનું વિઝન બતાવ્યું હતું અને દાવો કર્યો હતો કે ભાજપ સરકારે કર્ણાટકને આગળ લઇ જવાનું કામ કર્યું છે.તેમણે કર્ણાટકમાં 4 ટકા મુસ્લિમ આરક્ષણ લાગૂ કરવાના કોંગ્રેસના પગલાંને ગેરકાયદે બતાવ્યું હતું. તેમણે આગળ કહ્યું કે કોંગ્રેસ સરકારે બંધારણની વિરુદ્ધ જઇને મુસ્લિમ આરક્ષણ કાયદો બનાવ્યો હતો. અમિત શાહે કહ્યું કે અમે તેને ખતમ કરીને અન્ય સમાજના લોકો માટે અનામત વધારવાનું કામ કર્યું હતું.

અમિત શાહે કહ્યુ કે કર્ણાટકની ભાજપ સરકારે ગેરકાયદે વ્યવસ્થાને સમાપ્ત કરીને, બંધારણ મુજબ અને જેમનો હક હતો તેમને આરક્ષણ કામ આપવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પર નિશાન સાધીને શાહે કહ્યું કે 70 વર્ષોમાં કોંગ્રેસે દેશની અંદર જ દેશ બનાવવાનું કામ કર્યું છે.

તેમણે કેન્દ્ર સરકારની સિધ્ધીઓ પણ ગણાવી હતી. તેમણે આયુષ્માન ભારત, કિસાન સન્માન નિધિ, હર ઘર નળ યોજના, મફત અનાજ, શૌચાલય, ઉજ્જવલા જેવી યોજનાઓ વિશે પણ ચર્ચા કરી. અમિત શાહે કહ્યું કે કર્ણાટકની પ્રજાને એવું લાગે છે  અમારું સાંભળનારી સરકાર આવી છે. એ ત્યારે સંભવ છે કે જ્યારે કર્ણાટકમાં ડબલ એન્જિનની સરકાર છે.

અમિત શાહે કર્ણાટક ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કર્યો અને ભ્રષ્ટાચારના આરોપ પર કહ્યું કે આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે આ ઉલ્ટાં ચોર કોટવાલ કો ડાટે એ કહેવતને ચરિતાર્થ કરે છે. ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ દ્વારા અમારા પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર  પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ને સુરક્ષિત રાખવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે ભાજપે પીએફઆઈને તોડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યુ કે PFI પર અંકુશ લાગવાને કારણે કર્ણાટકની અને દક્ષિણ ભારતની જનતાને ફાયદો થવાનો છે.

અમિત શાહે  કહ્યું કે અમારી એ કોશિશ રહે છે કે વિકાસને જ મુદ્દો બનાવવામાં આવે. તેમણે કહ્યું કે આ વખતે ભાજપ કર્ણાટકમાં પૂર્ણ બહુમતી મેળવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp