નેતાજીએ લગ્નની વર્ષગાંઠ પર ગિફ્ટમાં આપી AK-47, સોશિયલ મીડિયા પર હોબાળો

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પૂર્વ નેતા રિયાજુલ હક એ સમયે વિવાદોમાં આવી ગયો, જ્યારે તેણે પોતાની પત્નીને પહેલી વર્ષગાંઠ પર AK-47 રાઇફલ ગિફ્ટમાં આપી. રિયાજુલ દ્વારા સોમવારે સોશિયલ મીડિયા પર પોતાની પત્ની સબીના યાસ્મીનની AK-47 બંદૂક પકડેલી તસવીર શેર કર્યા બાદ વિવાદ ઉત્પન્ન થઈ ગયો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને MKP દ્વારા તાલિબાન શાસનને પ્રોત્સાહન આપવા માટે નિંદા કર્યા બાદ રિયાજુલ હકે આ પોસ્ટ હટાવી દીધી.
સૈન્ય અને અર્ધસૈનિક અભિયાનોમાં ઉપયોગ કરવા માટે વ્યાપક રૂપે ઓળખાતી AK-47 રાઇફલે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પાછળ રિયાજુલના ઈરાદાઓ બાબતે અટકળો લગાવવા મજબૂર કરી દીધા. તો પોતાના પગલાંનો બચાવ કરતા રિયાજુલે કહ્યું કે, તેની પત્ની વાસ્તવમાં ‘રમકડાવાળી બંદૂક પકડીને હતી.’ તેણે કંઇ પણ ગેરકાયદેસર કર્યું નથી કેમ કે મારી પત્નીના હાથમાં રમકડાની બંદૂક હતી. મારી વિરુદ્ધ આરોપ નકલી છે કેમ કે તે નકલી બંદૂક હતી.
Former Trinamool Congress (TMC) leader Riazul Haque gifted an AK-47 rifle to his wife Sabina Yasmin on their first wedding anniversary which she flaunted on FB
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 30, 2023
He deleted post after local BJP leaders and CPIM slammed him for 'promoting Taliban rule' & claimed it is a Toy Gun pic.twitter.com/3PjuMN8S5e
તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ નેતા, જે ડેપ્યુટી સ્પીકર અને રામપુરહાટના ધારાસભ્ય આશિષ બંદોપાધ્યાયની નજીક માનવામાં આવે છે, તેમણે કહ્યું કે તેમણે પોસ્ટ હટાવી દીધી કેમ કે ઘણા લોકોએ તેની (બંદૂક) બાબતે પૂછ્યું હતું. જાણકારી મુજબ રિયાજુલ એક સમયે તૃણમૂલ કોંગ્રેસના લઘુમતી સેલના રામપુરહાટ-1 બ્લોકના અધ્યક્ષ હતો. જો કે, તેણે થોડા મહિના અગાઉ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન ભાજપે કહ્યું કે, રિયાજુલ પાસે આ બંદૂક કેવી રીતે આવી, તેની તપાસ થવી જોઈએ.
બીરભૂમના ભાજપ જિલ્લા અધ્યક્ષ ધ્રુબો સાહાએ કહ્યું કે, ‘રિયાજુલને બંદૂક ક્યાંથી મળી, તેની તપાસ થવી જોઈએ. મેં તેની ફેસબુક પોસ્ટ જોઈ. તે એક પૂર્વ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યના ડેપ્યુટી સ્પીકરના નજીકના સહયોગી છે. તેનાથી શું સંદેશ જાય છે? શું તે તાલિબાન શાસનને પ્રોત્સાહન છે? શું તેઓ આગામી પેઢીને જિહાદી બનાવવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?’ રિયાજુલની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)એ પણ આ ઘટના પર રાજ્ય પ્રશાસન પાસે તાત્કાલિક દખલઅંદાજી કરવાની માગ કરી. બીરભૂમ CPIM નેતા સોનજીબ મલિકે કહ્યું કે, ‘સત્તાધારી પાર્ટીએ સાર્વજનિક મંચો પર હથિયારોના આ પ્રકારના પ્રદર્શન પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp