બબાલ પર બોલ્યા સાંસદ પૂનમ માડમ- પરિવાર હોય તો વાસણ ખખડે, રિવાબા મારા...

PC: odishatv.in

ગુજરાતના જામનગરમાં ગુરુવારે ભાજપની 3 મહિલાઓ વચ્ચેની ભાંજગડમાં આખરે ઘીના ઠામમાં ઘી ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુરુવારે આખો દિવસ રાજકારણમાં ગરમાટો રહ્યા બાદ ભાજપના સાંસદ પૂનમ માડમે કહ્યુ કે, પરિવાર હોય તો વાસણ ખખડવાના જ છે, રિવાબા જાડેજા મારા નાના બહેન જેવા છે અને મેયર મારા મોટા બહેન સમાન છે. રિવાબા નવા ધારાસભ્ય છે એટલે થોડી ગેરસમજ ઉભી થઇ ગઇ હતી. મોટા બહેનનું માન સન્માન જળવાઇ એટલે મેં નાના બહેનને રોક્યા હતા.અને તેને રોકવાનો મારો અધિકાર છે.અમે બધા સાથે મળીને જ કામ કરીશું.

જામનગર મહાનગર પાલિકા દ્રારા ગુરુવારે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું અને તેમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીના કોઠારી,સાંસદ પૂનમ માડમ અને અન્ય ભાજપ નેતાઓ સામેલ થયા હતા. એ દરમિયાન રિવાબા જાડેજાની મેયર અને સાંસદ સાથે તું તું મેં મેં થઇ હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાને કારણે રાજકારણમાં હંગામો મચી ગયો હતો અને તેના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા હતા. રિવાબાએ તેમના ગુસ્સાનું કારણ મીડિયા સમક્ષ રજૂ કર્યુ હતું. પરંતુ સાંસદ પૂનમ માડમની કોઇ પ્રતિક્રિયા સામે આવી નહોતી. ગુરવારે મોડી સાંજે પૂનમ માડમે મીડિયા સમક્ષ વાત કરી હતી.

સાંસદ પૂનમ માડમે કહ્યુ કે હું પ્રદેશ અધ્યક્ષની મંજૂરી લઇને આ પ્રતિક્રિયા આપી રહી છું. તેમણે કહ્યુ કે,ભાજપ એક પરિવાર અને શિસ્તની પાર્ટી છે.પાર્ટીનો શિસ્ત ભંગ અમે ક્યારેય કર્યો નથી.ગુરુવારના કાર્યક્રમમાં નાનકડી ગેરસમજ થઇ હતી અને તે વખતે પ્રતિક્રિયા આપવાનું મને યોગ્ય નહોતું લાગ્યું. જામનગરના મેયર બીના કોઠારી મારા મોટા બહેન જેવા છે અને રિવાબા જાડેજા મારા નાના બહેન જેવા છે. પરિવાર હોય તો કકળાટ થાય અને વાસણ પણ ખખડે.નાની ગેરસમજ સિવાય કશું બન્યું નહોતું.

સાંસદ પૂનમ માડમે આગળ કહ્યું કે, રિવાબા નવા ધારાસભ્ય છે અને ક્યાંક ઉતાવળમાં મગજમાં એવું આવી ગયું હોય અને તાત્કાલિક પ્રતિક્રિયા આપી એવું બન્યું છે. મારી ભૂમિકા માત્ર સાંસદ તરીકેની નથી હું ભાજપની એક કાર્યકર પણ છું. મેયર બીના કોઠારી મોટા બહેન સમાન હોવાથી તેમનું સન્માન જળવાય રહે તેના માટે મેં નાના બહેન રિવાબાને રોક્યા હતા. હુ મારા નાના બહેનને એક અધિકારીથી રોકી શકું છું. એ સિવાય મારી કોઅ ભૂમિકા નહોતી. પાર્ટીનો પરિવાર ક્યારેય જુદો ન થાય, અમે બધા ભેગા મળીને સાથે કામ કરીશું એમ માડમે કહ્યું હતું.

સાંસદે ગુરુવારના કાર્યક્રમમાં રિવાબાને સોરી કહ્યુ હતું એ વિશે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે મારું તે વખતે માનવું હતું કે જે કાર્યક્રમ હતો તે ચર્ચા કરવાનું સ્થળ નહોતું એટલે સોરી કહી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp