શું પ્રિયંકા ગાંધી 2024ની લોકસભાની ચૂંટણી લડશે? પતિ રોબર્ટ વાડ્રાએ આપ્યા સંકેત

PC: economictimes.indiatimes.com

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વર્ષ 2024ની આગામી ચૂંટણી લડી શકે છે. પતિ રોબર્ટ વાડ્રાના એક ઇન્ટરવ્યૂથી આ સંકેત મળ્યા છે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI)ને આપેલા ઇન્ટરવ્યૂમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, પ્રિયંકા ગાંધીની અંદર સંસદમાં જવા માટે બધી વિશેષતાઓ છે. મને લાગે છે કે, (પ્રિયંકા ગાંધી) સંસદમાં હોવી જોઈએ. નિશ્ચિત જ તેણે લોકસભામાં હોવું જોઈએ. તેની પાસે બધી વિશેષતા છે. તે સંસદમાં ખૂબ સારું કામ કરશે. તે ત્યાં (લોકસભામાં) હોવાની યોગ્યતા રાખે છે.

તેમણે આગળ કહ્યું કે, જો તે સંસદ જાય છે તો મને ખુશી થશે. આશા રાખું છું કે કોંગ્રેસ પાર્ટી તેને સ્વીકારશે અને તેના માટે શાનદાર યોજના તૈયાર કરશે. રોબર્ટ વાડ્રાએ એમ પણ કહ્યું કે, વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. 2024ની સામાન્ય ચૂંટણીમાં NDAને સખત ટક્કર આપશે. આ વખત લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે સ્પર્ધા સરળ નથી. સંસદમાં પોતાની તસવીર દેખાડવાને લઈને પણ તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ગૌતમ અદાણીના પ્લેનમાં સાથે બેસવાની ઘણી તસવીરો છે. આપણે તેના પર સવાલ કેમ નથી કરતા? કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તેની બાબતે સંસદમાં ઘણા સવાલ પૂછી ચૂક્યા છે, પરંતુ તેઓ તેનો જવાબ આપતા નથી. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, હું પોતાના નામ માટે લડતો રહીશ. જો તેઓ મારું નામ લેશે તો હું તેમને સવાલ કરતો રહીશ. તેના માટે તેમણે પુરાવા આપવા પડશે. જો એમ હોતું નથી તો તેમણે માફી માગવી પડશે.

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રોબર્ટ વાડ્રાની તસવીર દેખાડી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, તેઓ ક્યારથી અદાણી અદાણી કરી રહ્યા છે. થોડું હવે હું બોલી લઉં. તસવીર મારી પાસે પણ છે. જો અદાણી એટલા જ ખરાબ છે તો જીજાજી (રોબર્ટ વાડ્રા) તેમની સાથે શું કરી રહ્યા છે? રોબર્ટ વાડ્રાએ સ્મૃતિ ઈરાની પર પલટવાર કરતા કહ્યું હતું કે, મણિપુરમાં મહિલાઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે અને એક મંત્રી, જેની પાસે મહિલાઓ અને બાળકોનો વિભાગ છે તેઓ મારું નામ લઈ રહ્યા છે જે સંસદના સભ્ય પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp