BJP અને RSSને બજરંગ દળ સાથે કોઈ સંબંધ નથી, શું સીએમ હેમંતા બિસ્વાની વાત સાચી છે

PC: businesstoday.in

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ બજરંગ દળ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બજરંગ દળ કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી (BJP) કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલું નથી. સોમવારે 11 સપ્ટેમ્બરના રોજ આસામની નવી વિધાનસભા બિલ્ડિંગનું પહેલું સત્ર શરૂ થયું. આ દરમિયાન હિમંત બિસ્વા સરમાએ આ વાત કહી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના ધારાસભ્યોએ સદનમાં કોઇ સ્થગન પ્રસ્તાવ સ્વીકાર નહીં કરવામાં આવે તો તેઓ સદનથી વોકઆઉટ કરી દેશે, જ્યારે તેઓ નથી ઇચ્છતા કે વિધાનસભાની નવી બિલ્ડિંગની શરૂઆત આ પ્રકારે થાય.

ત્યારબાદ હિમંત બિસ્વા સરમાએ વિધાનસભા અધ્યક્ષ વિશ્વજીત દેમારીને બધા સ્થગન પ્રસ્તાવોને સ્વીકાર કરવાનો અનુરોધ કર્યો. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે બધા પ્રસ્તાવ સ્વીકાર કરી લીધા. તેમાંથી એક પ્રસ્તાવ બજરંગ દળ દ્વારા હથિયારોની તાલીમ સાથે પણ જોડાયેલો હતો. આ વર્ષે જુલાઈમાં આસામના મંગલદાઈ વિસ્તારની એક શાળાનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં કેટલાક છોકરા હથિયારોની ટ્રેનિંગ લેતા દેખાઈ રહ્યા હતા.

વીડિયો સામે આવ્યા બાદ આસામ પોલીસે આ ટ્રેનિંગનું આયોજન કરનાર કેટલાક લોકો વિરુદ્ધ FIR કરી હતી. બજરંગ દળ સાથે જોડાયેલા બતાવવામાં આવેલા આ લોકો વિરુદ્ધ અલગ અલગ સમૂહો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા સાથે જોડાયેલી ધારાઓમાં કેસ નોંધી લેવામાં આવ્યો હતો. સોમવારે વિધાનસભા સ્થગન પ્રસ્તાવ પર જ્યારે ચર્ચા થઈ તો AIUDFના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામે કહ્યું કે, સ્થાનિક પ્રશાસનની જાણકારી વિના આ પ્રકારનું આયોજન થવું સંભવ નથી.

તેમણે ગયા વર્ષે આસામના ધુબરી વિસ્તારમાં પણ આ પ્રકારના એક કાર્યક્રમની વાત કરતા કહ્યું હતું કે, ‘અમે તેનું રાજનીતિકરણ કરવા માગતા નથી, પરંતુ અમે તેને વિધાનસભા સામે લાવી રહ્યા છે કેમ કે આ સંગઠન (બજરંગ દળ) રાજ્યમાં જે પ્રકારે માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેને જોતા સરકારને વિધાનસભાને બતાવવો જોઈએ કે એવું ફરી ક્યારેય નહીં થવા દઈએ. તેના પર પ્રતિક્રિયા આપતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, પોલીસે આ મામલો સામે આવતા જ FIR લખી લીધી હતી.

જે પણ આરોપી છે તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આટલી વાત કહ્યા બાદ હિમંત બિસ્વા સરમાએ એક સ્પષ્ટીકરણ આપ્યું. તેમણે કહ્યું કે, RSS અને ભાજપનું રાષ્ટ્રીય બજરંગ દળ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. VHP અને બજરંગ દળ આ બંને સમાંતર સંગઠન છે જે પોતાની જાતે ઘણા પ્રકારે કામ કરે છે. અમારી ભાજપ તેનો હિસ્સો નથી અને ન તો RSS કોઈ પ્રકારે તેની સાથે જોડાયેલો છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી એમ પણ બોલ્યા કે એક સાઇડનું આ એક ઉદાહરણ મળ્યું છે, બીજી તરફ એવા ઘણા ઉદાહરણ જોવા મળતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp