26th January selfie contest

MCDમા BJP-AAP કોર્પોરેટરો વચ્ચે WWEવાળી ફાઇટ, જુઓ વીડિયો

PC: livehindustan.com

કદાચ દિલ્હીની જનતાએ ક્યારેય એ વિચાર્યું નહીં હોય કે જે કોર્પોરેટર્સને તેમણે પોતાના વિસ્તારના વિકાસ કરવા માટે પસંદ કર્યા છે, તેઓ પોતાના ક્ષેત્રના લોકોનું માથું આમ શરમથી ઝુકાવી દેશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) સદનમાં એઠાં સફરજન અને પાણીની બોટલો એક-બીજા પર ફેકીને આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોર્પોરેટર્સે મર્યાદા અને અનુશાસનને તો ગત વખતે જ તિલાંજલિ આપી દીધેલી, પરંતુ આ વખત તો કોર્પોરેટરોએ બતાવી દીધું કે, તેઓ ન માત્ર બેશરમ છે, પરંતુ સદનની અંદર મારામારી કરવામાં પણ ખૂબ અવ્વલ છે.

MCDમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી માટે વોટ તો પડી ગયા, પરંતુ પરિણામ આવવાના બરાબર પહેલા કોર્પોરેટરોએ હાઉસને WWEનો અખાડો બનાવી દીધો. જે સદનની અંદર બેસીને દિલ્હીની જનતાની ભલાઇ માટે યોજનાઓ બને છે, ત્યાં કેવી રીતે કોર્પોરેટર એક-બીજાને લાત, ઘૂસા અને મુક્કાથી મારી રહ્યા હતા, તેની તસવીર જોઇને તમે પણ હેરાન રહી જશો, પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે સદનમાં WWE સ્ટાઇલમાં થયેલી આ ફાઇટનો વીડિયો જુઓ, પછી અમે તમને જણાવીએ કે લડાઇ શરૂ કઇ રીતે થઇ. એક કોર્પોરેટર તો બેહોશ પણ થઇ ગયા.

વીડિયો જોઇને દિલ્હીની જનતાને અંદાજો લાગી ગયો હશે કે તેમના કોર્પોરેટર કેટલા તાકતવાન છે. જનતા માટે તેઓ કંઇ કરે ન કરે, પરંતુ ખુરશી માટે તેઓ મારામારી સુધી કરી શકે છે. MCD સદનમાં શુક્રવાર આમ તો થોડો ઘણો હોબાળાથી શરૂ જ થઇ રહ્યો હતો અને આ હોબાળા વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી માટે વોટ પણ પડી ગયા, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે મેયર પરિણામોની જાહેરાત કરી રહ્યા હતા, ત્યારે અચાનક કેટલાક કોર્પોરેટર મેયર તરફ વધવા લાગ્યા. ત્યારબાદ MCDમાં અસલી સંગ્રામ શરૂ થયો. અચાનક કેટલાક કોર્પોરેટર મેયર તરફ આક્રમક અંદાજમાં વધ્યા તો ત્યાં ઉપસ્થિત માર્શલોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો અને પછી તેઓ બેકાબૂ થઇ ગયા.

ત્યારબાદ તો સદનની અંદર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટર એક-બીજા પર વિફરેલા સાંઢની જેમ તૂટી પડ્યા. કોઇ કોર્પોરેટર કોઇના વાળ ખેચી રહ્યા હતા, કોઇ કોઇને જમીન પર પટકી રહ્યું હતું, તો કોઇ એક્શન મૂવીની જેમ ઉછળીને હુમલા કરવાના પ્રયત્ન કરી રહ્યું હતુ. આ દરમિયાન એક કોર્પોરેટર સદનમાં જ બેહોશ થઇને પડી ગયા. બેહોશ થનારા કોઇ બીજા કોર્પોરેટર નહીં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અશોક કુમાર મોનૂ હતા. કોઇક રીતે હોશમાં આવ્યા બાદ તેઓ મીડિયાના કેમેરા સામે આવ્યા તો લગભગ હાંફતા અને રડતા કહેવા લાગ્યા, તેમણે માર્યો, મેયર પર એટેક કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp