જયશંકરનો રાહુલને જવાબ- ચીનનું નામ લઈ રહ્યો છું, તેનાથી ડરતા નથી

PC: deccanherald.com

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, અમે ચીનથી ડરતા નથી. જો ડરતા હોત તો બોર્ડર પર સેના તહેનાત ના કરતે. કોંગ્રેસે તો ઈમાનદારીથી એ જોવુ જોઈએ કે 1962માં શું થયુ હતું. લદ્દાખમાં પેંગોંગ લેક પાસેનો વિસ્તાર 1962થી ચીનના ગેરકાયદેસર કબ્જામાં છે. ન્યૂઝ એજન્સી ANI ને આપેલા ઈન્ટરવ્યૂમાં જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવનારા વિદેશી મીડિયા, કોંગ્રેસ પાર્ટી, BBCની વિવાદિત ડોક્યૂમેન્ટરી અને અમેરિકી બિઝનેસમેન જોર્જ સોરોસના નિવેદનોના ટાઈમિંગ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, 1984માં દિલ્હીમાં જે થયુ તેના પર હજુ સુધી ડોક્યૂમેન્ટરી શા માટે નથી બનાવવામાં આવી? હાલ આ તમામ રિપોર્ટ્સ અને નિવેદનોનો માત્ર એક જ મતલબ છે કે લંડન અને ન્યૂયોર્કમાં ચૂંટણી મૌસમ શરૂ થઈ ગઈ છે.

ચીનના મુદ્દા પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના સવાલોનો જવાબ આપતા તેમણે કહ્યું- અમારા પર આરોપ લાગે છે કે અમે ચીનથી ડરીએ છીએ, તેનું નામ પણ નથી લેતા. હું જણાવી દઉં કે અમે ચીનથી નથી ડરતા. જો અમે ડરતા હોત તો ભારતીય સેનાને ચીન બોર્ડર પર કોણે મોકલી? આ સેના રાહુલ ગાંધીએ નથી મોકલી, PM નરેન્દ્ર મોદીએ મોકલી છે.

જયશંકરે કહ્યું- કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવે છે કે લદ્દાખમાં પેંગોંગ લેકની પાસે ચીન બ્રિજ બનાવી રહ્યું છે. હું તમને જણાવી દઉં કે આ વિસ્તાર 1962થી ચીનના ગેરકાયદેસર કબ્જામાં છે. હાલ ભારતના ઈતિહાસનો સૌથી મોટો પીસ ટાઈમ ડિપ્લોયમેન્ટ ચીન બોર્ડર પર તહેનાત છે અને પ્લીઝ તમે એ વાતને નોટ કરો, મેં ચીન કહ્યું... CHINA…

જયશંકરે કહ્યું કે, કોંગ્રેસ આરોપ લગાવે છે કે, અમે ચીન પ્રત્યે ઉદાર છીએ પરંતુ, એ સત્ય નથી. અમે મોટા ખર્ચા પર અને પ્રયત્નો સાથે ચીન બોર્ડર પર સેનાને તહેનાત કરી છે. આ સરકાર અંતર્ગત અમે બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે પોતાનો ખર્ચો 5 ગણો વધાર્યો છે. હવે તમે જણાવો શું આને ચીન પ્રત્યે ઉદાર થવાનું અથવા બચાવની ભૂમિકામાં આવવાનું કહેશો? તમે જુઓ કોણ સત્ય જણાવી રહ્યું છે, પરિસ્થિતિ જેવી છે તેને એવી જ બતાવી રહ્યું છે અને કોણ ઈતિહાસ સાથે રમી રહ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન, એસ જયશંકરને વિદેશ નીતિ વિશે વધુ નથી ખબર અને તેમણે કેટલીક બાબતો શીખવાની જરૂર છે અંગે જયશંકરે કહ્યું કે જો ચીન મામલામાં રાહુલની પાસે સારું જ્ઞાન અને બુદ્ધિમત્તા છે તો તેઓ તેની વાત સાંભળવા માટે તૈયાર છે.

BBCની ડોક્યૂમેન્ટરીને લઈને જયશંકરે કહ્યું કે, આજકાલ વિદેશી મીડિયા અને વિદેશી તાકાતો PM મોદીને ટાર્ગેટ કરી રહ્યા છે. એક કહેવત છે- વૉર બાય અધર મીન્સ, એટલે કે યુદ્ધ છેડવાના બીજા ઉપાય. એવી જ રીતે અહીં પોલિટિક્સ બાય અધર મીન્સ એટલે કે બીજા ઉપાયો દ્વારા પોલિટિક્સ કરવામાં આવી રહી છે.

જયશંકર બોલ્યા- તમે વિચારો અચાનક શા માટે આટલા બધા રિપોર્ટ્સ આવી રહ્યા છે, આટલી વાતો કરવામાં આવી રહી છે, આ બધુ પહેલા શા માટે નહોતું થઈ રહ્યું. જો તમને ડોક્યૂમેન્ટરી બનાવવાનો શોખ છે તો દિલ્હીમાં 1984માં ઘણુ બધુ થયુ. તે ઘટના પર ડોક્યૂમેન્ટરી જોવા શા માટે નથી મળી.

અમેરિકી બિઝનેસ મેન જોર્જ સોરોસના PM મોદીને લઈને નિવેદન અંગે જયશંકરે કહ્યું કે, આ બધુ ષડયંત્ર અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. BBCની ડોક્યૂમેન્ટરી અને જોર્જ સોરોસના નિવેદનનું ટાઈમિંગ કોઈ સંયોગ નથી. તેનો સીધો મતલબ એ છે કે, ભારતમાં ચૂંટણી મૌસમ શરૂ થઈ હોઈ કે નહીં, લંડન અને ન્યૂયોર્કમાં શરૂ થઈ ગઈ છે.

સોરોસે થોડાં દિવસ અગાઉ PM નરેન્દ્ર મોદી વિશે કહ્યું હતું કે, તેઓ લોકતાંત્રિક દેશના નેતા છે, પરંતુ પોતે લોકતાંત્રિક નથી. તેઓ મુસલમાનો સાથે હિંસા કરી ઝડપથી મોટા નેતા બન્યા છે. તેના પર જયશંકરે જવાબ આપ્યો હતો કે, અમેરિકી બિલિયોનેર બિઝનેસમેન જોર્જ સોરોસ વૃદ્ધ, ધનવાન, જિદ્દી અને ખતરનાક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp