હાઇવેથી ઈન્ડિયા ટૂ થાઈલેન્ડ વાયા મ્યાંમાર..’ જયશંકરે જણાવ્યું કેમ કામ અટક્યું છે

વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત-મ્યાંમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય રાજમાર્ગ પરિયોજનાને ખૂબ મુશ્કેલ પરિયોજના કરાર આપતા કહ્યું કે, મ્યાંમારની સ્થિતિના કારણે પરેશાની આવી છે. તેને ફરીથી શરૂ કરવાની રીત શોધવી સરકારની પ્રાથમિકતા છે. જયશંકર મેકાંગ ગંગા કોપરેશન (MGC) મેકેનિઝ્મની 12મી વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થવા અને બિમ્સટેક વિદેશ મંત્રીઓના રીટ્રિટમાં ભાગ લેવા માટે બેંકોક ગયા છે. અહી ભારતીય સમુદાયને સંબોધિત કરતા જયશંકરે થાઈલેન્ડ અને ભારત વચ્ચે કનેક્ટિવિટી બાબતે વાત કરી.
તેમણે કહ્યું કે, આજે અમારી સામે અસલી પડકાર છે તે છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ. એ પડકાર છે કે અમે થાઈલેન્ડ વચ્ચે રોડ સંપર્ક કેવી રીતે બનાવીએ. અમારી પાસે પૂર્વોત્તર ભારતથી આ પરિયોજના છે કે જો અમે મ્યાંમારથી થતા એક રોડ બનાવીએ છીએ તો તે થાઈલેન્ડ સાથે જોડાઈ જશે. સારા રોડના કારણે માલવહન અને લોકોની અવરજવરમાં બદલાવ આવશે. મ્યાંમારની હાલની રાજકીય સ્થિતિના કારણે પરેશાની આવી રહી છે.
જયશંકરે કહ્યું કે, આજે અમારી પ્રાથમિકતા છે કે આ પરિયોજનાઓને કેવી રીતે ફરીથી શરૂ કરવામાં આવે, તેને કેવી રીતે અનલોક કરવામાં આવે અને તેને કેવી રીતે બનાવવામાં આવે. તેને ફરીથી શરૂ કરવાની રીત શોધવાની છે કેમ કે પરિયોજનાઓના મોટા હિસ્સાનું નિર્માણ થઈ ચૂક્યું છે. ભારત, થાઈલેન્ડ અને મ્યાંમાર લગભગ 1400 કિલોમીટર લાંબા રાજમાર્ગ પર કામ કરી રહ્યા છે, જે દેશને જમીનના માર્ગે દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડાશે અને 3 દેશો વચ્ચે વેપાર, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યટન સંબંધોને પ્રોત્સાહન આપશે. મહત્ત્વાકાંક્ષી ભારત-મ્યાંમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય રાજમાર્ગ પર લગભગ 70 ટકા નિર્માણ કાર્ય પૂરું થઈ ચૂક્યું છે.
આ રાજમાર્ગ ભારતના મણિપુરના મોરેહને મ્યાંમારના માર્ગે થાઈલેન્ડ સ્થિત માઈ સોટ સાથે જોડાશે. રણનીતિક રાજમાર્ગ પરિયોજનામાં મોડું થયું છે. પહેલા સરકારનું લક્ષ્ય વર્ષ 2019 સુધી રાજમાર્ગ ચાલુ કરવાનું હતું. થાઈલેન્ડ સાથે ભારતના સંબંધોને લઈને વિદેશ મંત્રી જયશંકારે કહ્યું કે, થાઈલેન્ડ સાથે ભારતના સંબંધ ઐતિહાસિક છે. થાઈલેન્ડ સાથે સાદીઓનું ઐતિહાસ અને સાંસ્કૃતિક સંબંધ છે. આ એવા સંબંધ છે જે આઝાદી બાદ ફરીથી પનપવાનું શરૂ થયું અને વર્ષ 1990ના દશકમાં તેને હજુ વધુ વેગ મળ્યો, પરંતુ છેલ્લા 10 વર્ષ એ સંબંધ માટે ખૂબ અલગ રહ્યા છે.
પોતાના સંબોધન દરમિયાન તેમણે ભારતમાં થઈ રહેલા આર્થિક વિકાસ બાબતે પણ વાત કરી. તેમણે કહ્યું કે, જો તમે આજે દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાઓને જોઈએ તો એવી ઘણી પ્રમુખ અર્થવ્યવસ્થાઓ આપણ 5 ટકાથી ઉપર વધી રહી છે. અમને આશા છે કે આજે દુનિયામાં તમામ સમસ્યાઓ છતા અમે 7 ટકાના વિકાસ દર નજીક પહોંચી જઈશું. તેમણે કોરોના મહામારી દરમિયાન થાઈલેન્ડમાં ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવેલા યોગદાનના પણ વખાણ કર્યા.
આ હાઇવે ભારતમાં પૂર્વી વિસ્તારમાં મોરેહ થી મ્યાંમારના તામુ શહેર જશે. આ 1400 કિલોમીટર રોડના ઉપયોગ માટે ત્રિપક્ષીય મોટર વાહન સમજૂતી કરવા પર વાત ચાલી રહી છે. આ હાઇવે થાઈલેન્ડના મેઈ સોત જિલ્લાના તાક સુધી જશે. દવેઇ પોર્ટને ભારતના ચેન્નાઈ પોર્ટ અને થાઇલેન્ડના લેઇંગ ચાબાંગ પોર્ટ સાથે જોડી શકાય છે. હાલના ઇન્ડો એશિયા ફ્રી ટ્રેડ એગ્રીમેંટ (FTA) હેઠળ ભારત ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતીની તૈયારી કરી રહ્યું છે. તેમાં કુલ 10 દેશ સામેલ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp