પેપરલીક મુદ્દે પાયલટે કહ્યું- કંઈ જાદુગરીથી તિજોરીમાંથી પેપર નીકળી ગયા?

PC: newslaundry.com

ચૂંટણી વર્ષમાં રાજસ્થાન પેપર લીકનો મુદ્દો છવાયેલો છે. સત્તારૂઢ કોંગ્રેસ તેને લઈને એકવાર ફરીથી બે જૂથમાં વહેંચાતું દેખાઈ રહ્યું છે. સચિન પાયલટે પેપર લીકને લઈને ઈશારા-ઈશારામાં જ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, કંઈ જાદુગરીથી તિજોરીમાંથી પેપર નીકળી ગયા? સચિન પાયલટે કહ્યું કે, સરકારે તેની જવાબદારી નક્કી કરવી પડશે. સચિન પાયલટના નિવેદન બાદ રાજસ્થાનના રાજકારણમાં જાદુગરના નામથી વિખ્યાત CM અશોક ગેહલોતે પલટવાર કરતા જવાબ આપ્યો છે. CM અશોક ગેહલોતે કહ્યું કે, રાજસ્થાન એવું પહેલું રાજ્ય છે જે ચીટિંગ વિરુદ્ધ કડક પ્રાવધાનોવાળો કાયદો લાવ્યો છે.

સચિન પાયલટે ઝુંઝુનૂંમાં કહ્યું કે, કઈ જાદુગરીથી તિજોરીમાંથી પેપર બહાર નીકળે છે. સરકારે તેના માટે જવાબદારી નક્કી કરવી પડશે. રાજસ્થાનના પૂર્વ ડેપ્યૂટી CMએ રિયાટર્ડ અધિકારીઓની નિયુક્તિઓ પર પણ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, સાંજે 5 વાગ્યે અધિકારી રિટાયર થાય છે અને રાત્રે 12 વાગ્યે નિયુક્તિ મળી જાય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ઉદયપુરવાટીના ગુડા ગામમાં ખેડૂત સંમેલનને સંબોધિત કરતી વખતે પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવ્યા. જણાવી દઈએ કે, સચિન પાયલટ હાલ જનસંપર્ક અભિયાન પર નીકળ્યા છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એવામાં કોંગ્રેસમાં જૂથવાદ પણ સપાટી પર આવતો દેખાઈ રહ્યો છે.

રાજસ્થાન સરકાર પર સચિન પાયલટના હુમલાના સમાચાર મીડિયામાં આવ્યા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પલટવાર કર્યો છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, CM ગેહલોતે કહ્યું, રાજસ્થાન એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં, ચીટિંગ અને પેપર લીક વિરુદ્ધ કડક પ્રાવધાનોવાળું બિલ લાવવામાં આવ્યું છે. પેપર લીકમાં આરોપી જાહેર થયેલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલામાં જે પણ આરોપી મળી આવશે તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવશે. તેમજ કેટલાક લોકોના પરીક્ષામાં બેસવા પર સ્થાયીરીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

સરકારી નોકરીઓમાં ભરતી માટે આયોજિત પરીક્ષાઓના પેપર લીક થવાના મામલામાં સચિન પાયલટ અને અશોક ગેહલોત સામસામે આવી ગયા છે. પાયલટે કહ્યું કે, જ્યારે વારંવાર પેપર લીક થાય છે તો અમને દુઃખ થાય છે. તેના માટે જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવી જોઈએ. તેમણે આગળ કહ્યું હતું કે, એવુ સંભવ નથી કે અધિકારી જવાબદાર નથી. રાજકીય વિશ્લેષકોનું માનવુ છે કે, વિધાનસભા ચૂંટણી નજીક આવવા સાથે જ કોંગ્રેસમાં જૂથવાદ વધુ જોવા મળશે. CM ગેહલોત અને પાયલટ વચ્ચે રાજકીય સંઘર્ષ હજુ વધવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp