સચિન પાયલટ BJPમાં થશે સામેલ કે બનાવશે નવી પાર્ટી? સરવેમાં ચોંકાવનારા પરિણામ

PC: mid-day.com

શું સચિન પાયલટ કોંગ્રેસ પાર્ટી સામે બળવો કરશે? સચિન પાયલટ નવી પાર્ટી બનશે? કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મળાવી લેશે? આ બધા સવાલ રાજસ્થાનની રાજનીતિમાં રસ ધરાવતા લોકોના મનમાં શરૂ થઈ ગયા છે. રાજસ્થાનમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેની દીવાલ રોજબરોજ વધતી જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે સચિન પાયલટ પોતાના પિતાની પુણ્યતિથિના દિવસે કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. એવામાં એક સરવેમાં ચોંકાવનારા પરિણામ સામેલ આવ્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે સરવે શું કહે છે.

એક ન્યૂઝ ચેનલ માટે C વૉટરે સર્વે કર્યું છે. સરવેમાં સચિન પાયલટને લઈને રાજસ્થાનના લોકોને 2 સવાલ પૂછવામાં આવ્યા હતા. પહેલો સવાલ કે, શું સચિન પાયલટ નવી પાર્ટી બનાવશે? અને બીજો સવાલ એ કે, શું પાયલટ ભાજપમાં સામેલ થશે? આ બંને સવાલો પર 3 અલગ અલગ પ્રકારના લોકો પાસેથી જવાબ માગવામાં આવ્યા. પહેલા તેમને જે ભાજપના સમર્થક છે, બીજા જે કોંગ્રેસ સમર્થક છે અને ત્રીજા રાજસ્થાનના સામાન્ય લોકોને.

આ સવાલ પર જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. કોંગ્રેસ સમર્થકોમાંથી 14 ટકા લોકોએ કહ્યું કે, સચિન પાયલટ ભાજપમાં સામેલ થશે. તો ભાજપ સમર્થકોમાંથી લગભગ 48 ટકાએ એમ માન્યું કે, સચિન પાયલટ ભગવો ધારણ કરશે. રાજસ્થાનની સામાન્ય જનતામાંથી પણ 35 ટકા લોકોએ એમ કહ્યું કે, સચિન પાયલટ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ જશે. શું સચિન પાલયટ નવી પાર્ટી બનાવશે? આ સવાલ પર 20 ટકા રાજસ્થાનના સામાન્ય લોકોએ કહ્યું કે, હા, સચિન પાયલટ નવી પાર્ટી બનાવશે.

તો 22 ટકા ભાજપના સમર્થકોએ આ વાત માટે હકારમાં જવાબ આપ્યો. હેરાન કરનારી વાત એ છે કે લગભગ 17 ટકા કોંગ્રેસે સપોર્ટરોએ પણ કહ્યું કે, સચિન પાયલટ નવી પાર્ટી બનાવવાના છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની ખાઈ વધતી જ જઈ રહી છે. બંને દિગ્ગજ નેતાઓના મન મેળ કરાવવા માટે કોંગ્રેસ હાઇકમાન ઘણી વખત પ્રયાસ કરી ચૂક્યું છે. પાયલટ, મુખ્યમંત્રી અશોક ગેહલોતને સવાલ પૂછતા અનશન પર પણ બેસી ગયા હતા. તેમણે સરકાર વિરુદ્ધ એક યાત્રા પણ કાઢી હતી. ચૂંટણીમાં બંને નેતાઓ વચ્ચેની આ નારાજગી ક્યાંક નુકસાન ન પહોંચાડી દે એટલે ગત દિવસોમાં દિલ્હીમાં એક મહત્ત્વની બેઠક પણ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp