ધારાસભ્ય કાંધલ જાડેજાની સજા માફ, હવે નહીં જવું પડે જેલ, જાણો શું છે મામલો

PC: jagran.com

સમાજવાદી પાર્ટી (SP)ના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને રોજકોટ સેશન કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રાજકોટ સેશન કોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાની 6 મહિનાની સજા માફ કરી દીધી છે. કોર્ટે પોલીસની કસ્ટડી વચ્ચે હૉસ્પિટલથી ભાગવાના કેસમાં પહેલા દોઢ વર્ષની સજા સંભળાવી હતી. કાંધલ જાડેજાને 6 મહિનાની સજાની છૂટ મળ્યા બાદ હવે તેમને જેલમાં નહીં રહેવું પડે. કાંધલ જાડેજા એક વર્ષની સજા ભોગવી ચૂક્યા છે.

ગત ચૂંટણીમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ ટિકિટ ન આપવા પર કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લડ્યા હતા અને કુતિયાણા સીટ પર પોતાની જીત યથાવત રાખી હતી. કાંધલ જાડેજા ગુજરાતની લેડી ડોન કહેવાતી સંતોકબેન જાડેજાના પુત્ર છે. તેમના ઉપર ગોડમધર નામથી ફિલ્મ પણ બની ચૂકી છે. તેમાં તેમની ભૂમિકા શબાના આજમીએ નિભાવી હતી.

રાજકોટ જેલમાં વર્ષ 2009ના પોરબંદર હત્યાકાંડમાં સજા ભોગવવા દરમિયાન પોલીસ કસ્ટડી વચ્ચે હૉસ્પિટલથી ભાગી જવાના કેસમાં તેમને દોઢ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, જ્યારે તેઓ પહેલા એક વર્ષ જેલમાં ભોગવી ચૂક્યા છે. 6 મહિનાની સજામાં છૂટ મળ્યા બાદ તેમને જેલમાં નહીં રહેવું પડે. કાંધલ જાડેજાએ કુતિયાણાથી સતત ત્રીજી વખત જીત હાંસલ કરી હતી. તેમણે વર્ષ 2012 ની ચૂંટણીમાં પહેલી વખત જીત હાંસલ કરી હતી. વર્ષ 1990 બાદ આ સીટ જાડેજા પરિવારનો ગઢ છે.

આ સીટથી માતા સંતોકબેન જાડેજા, કાકા ભૂરાભાઈ જાડેજા 1-1 વખત ચૂંટાયા હતા. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ ભૂરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. ત્યારબાદ ગેંગસ્ટર અને ડૉનની છબી ધરાવરા કાંધલ જાડેજા આ સીટ પર બાહુબલી બનીને ઉભર્યા હતા. અત્યાર સુધી તેમણે આ સીટ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે. કાંધલ જાડેજા બે વખત NCPની ટિકિટ પર ચૂંટણી જીત્યા. તેમણે આ ચૂંટણીમાં 46.94 ટકા વોટ હાંસલ કરતા 26,631 મતોથી ભાજપના મહિલા ઉમેદવાર ઢેલીબેન આડેદરાને હરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp