સંજય રાઉતે કોને કહ્યું- મુંબઈ તુમ્હારે બાપ કી હૈ? હિમ્મત હોય તો...

શિવસેના(UBT) નેતા વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે, ફરી તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકારણને ગરમાવી દીધું છે. જો કે તેમણે PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. રાઉતે બિપરજોય વાવાઝોડાં વિશે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રને મોદીને લાગ્યું હશે કે બિપરજોય તો મોટો પ્રોજેક્ટ છે એટલે તેમણે વાવાઝોડોને ગુજરાત મોકલી આપ્યું.
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે રાજ્ય સરકાર અને કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, તમે કેમ એવું રહી રહ્યા છો કે મુંબઇ પર શિંદે સેનાનો કબ્જો હશે? શું મુંબઇ તમારા બાપની છે? જો તમારામાં હિંમત હોય તો ચૂંટણી લડો. પાકિસ્તાનમાં અલ્લાહ, અમેરિકા અને આર્મી ત્રણ Aચાલે છે. CBI, ED, ઇન્કમ ટેક્સ ભારતમાં. રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના બાકીના બધા જુઠ્ઠા છે.
સંજય રાઉતે દાવો કરતા કહ્યું કે, એકવાર સરકાર અમારી આવવાદો, બીજા જ દિવસે PMમોદી, શાહ, ફડણવીસ અમારી પાર્ટીમાં જોડાઇ જશે. પરંતુ તેમને પાર્ટીમાં લેવા કે નહીં લેવા તેનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે કરશે. રાઉતે વ્યંગમાં કહ્યું કે, વાઘ કી ખાલ પહેને ભેડિયે ગયે ગોરેગાંવ, યહાં દિખરે હૈ અસલી વાઘ.
'બિપરજોય' વાવાઝોડાં વિશે સંજય રાઉતે કહ્યું, PM મોદીને લાગ્યું કે બિપરજોય એક મોટો પ્રોજેક્ટ છે, તેથી જ વાવાઝોડાંને તેમણે ગુજરાત તરફ મોકલી આપ્યું. શિવસેના પાસે ડુપ્લિકેટ માલનો ઢગલો છે. અમારી પાર્ટી અબ્દુલ સત્તારના બોગસ બીજ નથી, એ બાળાસાહેબ ઠાકરેના સાચા બીજ છે. અમારી શિવસેનાને કોઈ ચોરી ન શકે, અમારા બાપ બાલાસાહેબ ઠાકરે છે.
જેપી નડ્ડા, અમિત શાહનું નામ લેતા તેમણે કહ્યું, કેન્દ્રના ઘણા નેતાઓ વારંવાર મુંબઈ આવે છે. આ લોકોને લાગે છે કે મુંબઈ પર કબ્જો થઈ જશે. અમારી લડાઈ મહારાષ્ટ્રના ગદ્દાર સામે છે. સુપ્રીમ કોર્ટે પણ આ સરકારને બરખાસ્ત કરી દીધી. કોર્ટ માત્ર ફાંસીની સજા આપે છે, પરંતુ ફાંસી આપવા માટે જલ્લાદની જરૂર છે. હવે આગામી 50 દિવસમાં સરકારને શ્રધ્ધાંજલી આપવાનું કામ કરવાનું છે.
સંજય રાઉત આવા નિવેદનો આપીને હમેંશા રાજકારણ ગરમાવતા રહે છે. હવે લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની તાકાત ખબર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp