26th January selfie contest

ફિનલેન્ડમાં સૌથી યુવા PM સના ખાનની પાર્ટી હારી, હવે બનશે દક્ષિણપંથી...

PC: scmp.com

ફિનલેન્ડના વડાપ્રધાન સના મરીનને મોટો ઝટકો લાગ્યો છે, કારણે તેમની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી રવિવારે આર્થિક ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરનારી કેન્દ્ર-દક્ષિણપંથી પાર્ટી સામે ચૂંટણી હારી ગઈ. 55 વર્ષીય પેટેરી ઓર્પોના નેતૃત્વમાં રાષ્ટ્રીય ગઠબંધન પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં સૌથી વધુ વોટ હાંસલ કર્યા. ત્યારબાદ દક્ષિણપંથી ફિન્સ પાર્ટી બીજા નંબરે રહી, જ્યારે સના મરીનની પાર્ટીને સૌથી ઓછી સીટો મળી છે અને તે ત્રીજા નંબર પર રહી. જો કે, 200 સીટોવાળી સંસદમાં કોઈ પણ પાર્ટીને બહુમત મળ્યું નથી.

રવિવારે રાત્રે ફિનલેન્ડ સંસદીય ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ, જેમાં ઓર્પોની પાર્ટીને 20.8 ટકા વોટ સાથે 48 સીટો મળી. રિક્કા પુર્રાના નેતૃત્વવાળી લોકલુભાવન ફિન્સને 20 ટકા વોટ મળ્યા અને તેમના ખાતામાં 46 સીટો આવી, જ્યારે દુનિયાના સૌથી ઓછી ઉંમરના વડાપ્રધાન કહેવાતા સના મરીનની પાર્ટીને 19.9 ટકા વોટ મળ્યા અને તેને 43 સીટો પર જીત મળી. સના મરીન માટે આ ખૂબ મોટો ઝટકો છે. દેશમાં તેમની લોકપ્રિયતા છતા, પાર્ટીને ત્રીજા નંબરે રહેવું પડ્યું.

તેની પાછળનું મુખ્ય કારણ ઓર્પો દ્વારા ફિનલેન્ડમાં વધતા દેવાના મુદ્દાને ઉઠાવવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં ઓર્પો માટે પણ ગઠબંધનની સરકાર મોટો પડકાર છે. ન્યૂયોર્કના રિપોર્ટ્સ મુજબ, ઓર્પો પાસે ફિન્સ કે સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટી સાથે ગઠબંધનની સરકાર બનાવવાનો વિકલ્પ છે, પરંતુ ત્યારબાદ પણ તેમને સરકાર બનાવવા માટે અન્ય નાની પાર્ટીઓના સમર્થનની જરૂરિયાત હશે.

તેને ધ્યાનમાં રાખતા તેમણે ચૂંટણી અભિયાન દરમિયાન બધી મુખ્ય પાર્ટીઓને નારાજ ન કરવાનું ધ્યાન રાખ્યું હતું, જ્યારે મરીને ફિન્સને જાતિવાદી કહીને તેમની નિંદા કરી હતી. રિપોર્ટ્સ મુજબ, ઓર્પો પાસે પહેલી વખત સરકાર બનાવવાનો ચાંસ હશે અને સંભવતઃ તેઓ વડાપ્રધાન બનવાના શપથ લેશે, પરંતુ ગઠબંધનની સરકારને હાલમાં પાર્ટીઓ વચ્ચે ગુણાકાર-ભાગાકારમાં ઘણા અઠવાડિયાનો સમય લાગી શકે છે. બીજી તરફ ફિન્સ પાર્ટીના કેટલાક નેતાઓએ ગઠબંધનમાં સામેલ થવાની ના પાડી દીધી છે.

કોણ છે સના મરીન?

સના મરીન દુનિયાના સૌથી યુવા વડાપ્રધાન કહેવાય છે. તેઓ વર્ષ 2019માં 34 વર્ષની ઉંમરમાં દુનિયાના સૌથી ઓછી ઉંમરના વડાપ્રધાન બન્યા હતા. કોરોના સામે કાર્યવાહી અને એ દરમિયાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તેમના ખૂબ વખાણ થયા હતા. સાથે જ રાષ્ટ્રપતિ એસ. નિનિસ્તો સાથે મળીને ફિનલેન્ડને સફળતાપૂર્વક NATOમાં સામેલ કરાવવા મારે ક્રેડિટ પણ આપવામાં આવે છે.

તેઓ ઘણી વખત પાર્ટીઓમાં મસ્તી કરતા નજરે પડી ચૂક્યા છે. વર્ષ 2022માં તેમનો દારૂ પીને ડાન્સ કરતો વીડિયો પણ વાયરલ થયો હતો. જેને લઈને ખૂબ હોબાળો થયો હતો. તો વર્ષ 2021માં તેમણે ક્લબ જવા માટે માફી પણ માગી હતી કેમ કે એ દરમિયાન કોરોના સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટમાં આવી ગયા હતા. ગયા વર્ષે જર્મન ન્યૂઝ આઉટલેટે સના મરીનને સૌથી વધુ કુલેસ્ટ વડાપ્રધાન બતાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp