વોટ BJPને ન ટ્રાન્સફર કરી દે માયાવતી, સત્યપાલ મલિકે વિપક્ષને આપી આ સલાહ

ગુરુવારે પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કર્યો. સાથે જ વિપક્ષને આગામી લોકસભાની ચૂંટણી માટે પૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ (VP સિંહ)ના ફૉર્મ્યૂલાને અપનાવવાની સલાહ આપી છે. સત્યપાલ મલિકે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર પણ ટિપ્પણી કરી. તેમણે હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો અને બિહારમાં JDU-RJDના એક સાથે આવવાનું સ્વાગત કર્યું, જ્યારે ગુજરાતના પરિણામો પર કહ્યું કે, ગુજરાત ભાજપનું જ છે, તો તેમાં હાર શું જીત શું.

તેમણે કહ્યું કે, આગામી દિવસ ભાજપે જેવા વિચાર્યા છે, એ પ્રકારના રહેવાના નથી. બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતી પર કટાક્ષ કરતા સત્યપાલ મલિકે કહ્યું કે, તેઓ પોતાના બધા વોટ રૂલિંગ પાર્ટી (ભાજપ)ને ન ટ્રાન્સફર કરાવી દે, બસ આ જ જોવું પડશે. લોકસભાની ચૂંટણી માટે સત્યપાલ મલિકે વિપક્ષ અને વી.પી. સિંહનો ફોર્મ્યૂલા બતાવ્યો. તેમણે કહ્યું કે, જો વિપક્ષમાં એકતા આવી રહી નથી તો વી.પી. સિંહના ફોર્મ્યૂલા અપનાવે અને એક ઉમેદવાર સામે વિપક્ષ એક જ ઉમાદવાર ઉતારે.

તેમણે કહ્યું કે, જો એમ થાય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખૂબ મુશ્કેલ થઇ જશે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સત્યપાલ મલિકે કહ્યું કે, વિપક્ષ ક્યારેય એક નહીં થઇ શકે કેમ કે, તેમ બધા વડાપ્રધાન પદના ઉમેદવાર છે. તેનું સોલ્યૂશન વી.પી. સિંહવાળું છે. બધી પાર્ટીઓ એ નક્કી કરી લે કે કઇ સીટ પર કોણ સારું લડી શકે છે. ત્યાં એક જ ઉમેદવાર ઉતારો અને પછી જ્યારે ચૂંટાય તો નેતા બાબતે નક્કી કરે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઇને તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતથી ભાજપને બહાર કરી દીધું છે. ત્યાં ભાજપ ડિસ્કશનમાં પણ નથી.

જો ઉત્તર ભારતમાં વન-ટૂ-વન થઇ જાય તો ભાજપ માટે ખૂબ મુશ્કેલ થઇ જશે. તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસ સાથે મોરચો બનાવવાના ઘણા ફાયદા છે કેમ કે તેના વિના નહીં થાય. જો કોંગ્રેસ એ ગઠબંધન સાથે રહેશે તો લઘુમતી વોટ પૂરા મળી જશે, નહીં તો વહેચાઇ જશે. ઉત્તર પ્રદેશમાં વિપક્ષની એકજૂથતા સત્યપાલ મલિકે કહ્યું કે અખિલેશે અતિ પછાત જાતિઓને જોડી લીધા છે. હાઇ કોર્ટના અનામતવાળા નિર્ણય બાદ જાટ, મુસ્લિમ, તેમની સાથે પૂરી રીતે થઇ હશે. માત્ર માયાવતીને જ ટેકલ કરવાના છે. માયાવતી પોતાના વોટ રૂલિંગ પાર્ટી (ભાજપ)ને ટ્રાન્સફર કરવી દે તેને રોકવાના છે.

તેમણે આગળ કહ્યું કે જ્યાં પર પણ હું રહ્યો, ખૂબ સારી રીતે કામ કર્યું. મારા દુશ્મન પણ મારા પર કોઇ બેઇમાનીના આરોપ ન લગાવી શક્યા. મેં લોકોના પક્ષવાળા મુદ્દાઓને આગળ વધાર્યા. કેરળ સહિત વિપક્ષી રાજ્યોમાં રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે જોવા મળતા ટકરાવને લઇને પણ સત્યપાલ મલિકે ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધીના સમયથી જ કેન્દ્રના પક્ષમાં જ કામ કરતા રહ્યા છે, પરંતુ મને ક્યારેય ન કહેવામાં આવ્યું અને મેં પૂરા વિવેકથી કામ કર્યું. કાશ્મીરમાં કેટલાક લોકો કહેતા હતા કે આપણને દિલ્હીનો સપોર્ટ છે, પરંતુ ત્યારબાદ પણ મેં જે યોગ્ય નિર્ણય હતો એ જ લીધો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.