
કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે. શિવકુમારના આ વાયદાના એક દિવસ બાદ કોંગ્રેસ સત્તામાં આવી તો ભગવાન હનુમાનના મંદિરોનું નિર્માણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, શિવકુમારે પહેલા પોતાની પાર્ટી સાથે પોતાના આ વાયદા પર વિચાર કરવો જોઈએ. મેં વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન શ્રીમતી વાડ્રાને અમેઠીમાં નમાજ વાંચતા જોયા છે. કોંગ્રેસ નેતાએ રાજ્યમાં આ પ્રકારના વાયદા ન કરવા જોઈએ કેમ કે પાર્ટી 10 મેના રોજ થનારી વિધાનસભાની ચૂંટણી જીતી રહી નથી.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘હું ડી.કે. શિવકુમારને વિનમ્રતાપૂર્વક બતાવવા માગું છું કે તેઓ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા નથી, એટલે સારું હશે કે તેઓ મંદિરનો ખોટો વાયદો ન કરે. ભગવાન હનુમાનના મંદિરોના નિર્માણના શિવકુમારના વાયદા તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘એ કહેવા પહેલા શું તેમણે (ડી.કે. શિવકુમારે) શ્રીમતી વાડ્રા સાથે ચર્ચા કરી? હું એટલે એમ કહી રહી છું કેમ કે અમેઠીમાં વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન મેં શ્રીમતી વાડ્રાને રસ્તા પર નમાજ વાંચતા જોયા હતા.
#KarnatakaAssemblyElection | Union Minister & BJP MP Smriti Irani says, "I'd like to humbly tell DK Shivakumar that he is not going to become the CM, so it is better if he does not make the false promise of a temple. Before saying this, did he check with Mrs Vadra? I say this… pic.twitter.com/TIngKBzEkX
— ANI (@ANI) May 5, 2023
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘અમે પણ જાણીએ છીએ કે, જે ઇસ્લામમાં વિશ્વાસ કરે છે, તેઓ મૂર્તિ પૂજા નહીં કરી શકે કે મંદિર નહીં બનાવી શકે. એટલે જો તેમના નેતા મૂર્તિ પૂજા અને મંદિર વિરુદ્ધ છે તો શું ડી.કે. શિવકુમાર એવો વાયદો કરી શકે છે? ડી.કે. શિવકુમારે ગુરુવારે મૈસુરના પ્રવાસ દરમિયાન વાયદો કર્યો હતો કે, જો કોંગ્રેસની સરકાર બની તો આખા રાજ્યમાં હજુ વધારે ભગવાન હનુમાન મંદિરનું નિર્માણ કરીશું કે હાલના મંદિરોનો જીર્ણોદ્વાર કરીશું.
કોંગ્રેસના આ ચૂંટણી વાયદાને ઘોષણાપત્રમાં બજરંગદળ પર પ્રતિબંધની વાત કરવાથી થયેલા નુકસાનના ડેમેજ કંટ્રોલની જેમ જોઈ શકાય છે. કોંગ્રેસે પોતાના ઘોષણપત્રમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને બજરંગ દળને એક જેવુ સંગઠન માન્યુ છે અને કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ તેઓ તેના પર પ્રતિબંધ લગાવશે. કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારે ગુરુવારે (4 મેના રોજ) મૈસુદની દેવી ચામુંડેશ્વરીના દર્શન બાદ કહ્યું હતું કે, ‘કોંગ્રેસની સરકાર બન્યા બાદ હનુમાન મંદિરનું નિર્માણ કરીશું. રામ દૂત આંજનેય (હનુમાન)ના મંદિર દરેક જગ્યાએ છે.
અમે પણ તેમના ભક્ત છીએ. વિશેષ રૂપે આપણાં કન્નડવાસીઓમાં તેમના પ્રત્યે ગાઢ આસ્થા છે, જ્યાં આ વાતના પાક પ્રમાણ છે કે આંજનેયનો જન્મ આ જ રાજ્યમાં થયો હતો. કોંગ્રેસે પોતાના ઘોષણપત્રમાં કહ્યું હતું કે, અમારું માનવું છે કાયદો અને સંવિધાન પવિત્ર છે. બજરંગ દળ, PFI નફરત અને શત્રુતા ફેલાવનાર સંગઠન, ભલે તે લઘુમતીઓ વચ્ચેના હોય કે બહુમતીઓ વચ્ચેના. તેઓ કાયદા અને સંવિધાનનું ઉલ્લંઘન નહીં કરી શકે. અમે એવા સંગઠનો પર કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા સહિત નિર્ણાયક કાર્યવાહી કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp