BJP નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રીને સુપ્રીમ કોર્ટનો ઝટકો, નોંધાશે રેપની FIR

PC: newsnationtv.com

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસૈનને જોરદાર ઝટકો આપ્યો છે. કોર્ટે શાહનવાઝની સામે કથિત રેપના મામલામાં એક મહિલાની અરજી પર FIR દર્જ કરવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર આપનારી તેની અરજી ફગાવી દીધી છે.

જસ્ટિસ S.રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે શાહનવાઝ હુસૈનના તરફથી હાજર વકીલોને કહ્યું કે, નિષ્પક્ષ તપાસ થવા દો. જો કેસમાં કંઈ નહીં હશે તો તેઓ બચી જશે.

આ મામલામાં શાહનવાઝ હુસૈન તરફથી હાજર વરિષ્ઠ વકીલ મુકલ રોહતગી અને સિદ્ધાર્થ લુથરાએ બેન્ચને જણાવ્યું કે શાહનવાઝની સામે ફરિયાદી મહિલાએ એક પછી એક અનેક ફરિયાદો નોંધાવી છે. પોલીસે આ ફરિયાદોની તપાસ કરી. પરંતુ કંઈ નહીં મળ્યું.

રોહતગીએ કહ્યું કે, શાહનવાઝ હુસૈન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જો કે, બેન્ચે કહ્યું કે આમાં અમને દખલ કરવાનું કોઈ કારણ મળ્યું નથી, તેથી અમે તેમની (ભાજપ નેતા) અરજી ફગાવી દીધી છે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે ગયા વર્ષે 17 ઓગસ્ટના રોજ શાહનવાઝ હુસૈનની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે FIR નોંધવાના નિર્દેશ આપવાના નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. આ પછી 22 ઓગસ્ટ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને અકબંધ રાખ્યો હતો.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં શાહનવાઝ હુસૈનના વકીલે કહ્યું હતું કે, મહિલાની ફરિયાદ નકલી અને ઉપજાવી કાઢેલ છે.

શું છે મામલો?

2018મા, દિલ્હીની એક મહિલાએ ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો આરોપ લગાવતા FIR નોંધાવવા માટે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. શાહનવાઝ હુસૈને જો કે, આ આરોપોને નકારી કાઢ્યા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટે 7 જુલાઈ, 2018ના રોજ હુસૈનની સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જેને ભાજપના નેતાએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ સાથે જ હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, 'પોલીસના રિપોર્ટમાં ચાર વખત પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે, પરંતુ આ અંગે વાતની કોઈ સ્પષ્ટતા નહીં હતી કે, FIR કેમ નોંધવામાં નહીં આવી. હાલના મામલામાં એવું લાગે છે કે, પોલીસ FIR નોંધવામાં પણ સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp