ત્રિપુરા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ કોંગ્રેસ-BJP વચ્ચે મારામારી, જુઓ તસવીરો

PC: twitter.com

ત્રિપુરાના મજલિસપુરમાં બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘર્ષણ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતના માત્ર અડધા કલાક બાદ થયું છે. ઘર્ષણમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં કોંગ્રેસના નેતા ડૉ. અજય કુમાર સામેલ છે. આ ઘર્ષણ મજલિસપુર મતવિસ્તારની સીટના રાનીરબાજાર મોહનપુર વિસ્તારમાં થઇ. કોંગ્રેસના ધારાસભ્ય સુદીપ રાય બર્મને દાવો કર્યો કે, ઇજાગ્રસ્ત થયેલા ઘણા પાર્ટીના કાર્યકર્તા અત્યારે પણ રાનીરબાજાર પોલીસ સ્ટેશનમાં છે.

તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિના કારણે તેમને હૉસ્પિટલ મોકલી શકાયા નથી. તેમણે આરોપ લગાવ્યો કે, એક મંત્રી, વિપક્ષ પર હુમલાનું નેતૃત્વ કરી રહ્યા હતા. સુદીપ રાય બર્માને માગ કરી કે ચૂંટણી પંચ, મજલિસપુર સહિત 5 વિધાનસભાની સીટો પર અલગથી ચૂંટણી કરાવે છે.

કોંગ્રેસ નેતા ડૉ. અજય કુમારે એક વીડિયો શેર કરતા ટ્વીટ કરી કે, આજ થાય છે ભાજપના રાજમાં અવાજ ઉઠાવો તો, હુમલો કરાવી દે છે. ચિંતાની કોઇ વાત નથી. હું સારો છું અને લડાઇ ચાલુ રાખીશ.’

વીડિયોમાં તેઓ હૉસ્પિટલના બેડ પર સૂતા નજરે પડી રહ્યા છે. તેમના ઘણી જગ્યાઓ પર ઇજાના નિશાન પણ નજરે પડી રહ્યા છે. આરોપ છે કે મજલિસપુરમાં બાઇક રેલી દરમિયાન તેમના પર પથ્થરમારો થયો. આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સુશાંત સિંહે તેમને રોક્યા અને પછી અચાનક તેમના કાર્યકર્તાઓએ હુમલો કરી દીધો. ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી 16 જાન્યુઆરીના રોજ થશે, જ્યારે મતગણતરી 2 માર્ચના રોજ થશે. ત્રિપુરા સાથે નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

આ બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરોના રોજ મતદાન થશે. ત્રણેય રાજ્યોમાં 2 માર્ચના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ત્રણેય રાજ્યમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતા પણ લાગૂ થઇ ગઇ છે.

નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. તો મેઘાલય અને ત્રિપુરાની વિધાનસભાઓનો કાર્યકાળ ક્રમશઃ 15 અને 22 માર્ચના રોજ સમાપ્ત થઇ રહ્યો છે, ત્રણેય રાજ્યોની વિધાનસભાઓમાં 60-60 સીટો છે. ત્રિપુરામાં જ્યાં ભાજપની સરકાર છે તો નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી સત્તામાં છે. મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ની સરકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp