26th January selfie contest

મનીષ સિસોદિયા ઈમાનદાર માણસ, BJPના દિગ્ગજ નેતાએ કર્યા વખાણ

PC: ndtv.com

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડ કેસમાં CBI દ્વારા ધરપકડ કરવા પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના વયોવૃદ્ધ નેતા શાંતા કુમારે સવાલ ઉઠાવ્યા છે. તેમણે મનીષ સિસોદિયા ઈમાનદાર અને ચોખ્ખી છબીવાળા નેતા બતાવતા ભરપેટ વખાણ કર્યા છે. તેમણે વિસ્તારથી લખેલી એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, મનીષ સિસોદિયા ચોખ્ખી છબીવાળા શાનદાર કામ કરનારા નાયબ મુખ્યમંત્રીના રૂપમાં પ્રસિદ્ધ થયા, પરંતુ આજ તેઓ જ જેલાં બંધ છે.

શાંતા કુમારે જણાવ્યું કે, બંને તરફથી આરોપ લાગી રહ્યા છે. એ વિચારવું પણ ખૂબ મુશ્કેલ છે કે કોઈ ગુના વિના CBIએ મનીષ સિસોદિયાને જેલમાં નાખ્યા. મનીષ સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રમાં સરાહનીય કામ કર્યું અને છતા પણ તેઓ કરપ્શનના કેસમાં જેલ ગયા છે. તેનાથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે ભ્રષ્ટાચારની જડ એટલી ઊંડી થઈ ગઈ છે કે સદાચારના સ્ટેશનથી ચાલતી ગાડી હવે ભ્રષ્ટાચારના સ્ટેશન પર પહોંચી રહી છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, અંગત રીતે તો મનીષ સિસોદિયા ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છે, પરંતુ પાર્ટી અને ચૂંટણી માટે ધન એકત્ર કરવા માટે આ બધુ કંઈક કર્યું હશે.

તેમણે કહ્યું કે, જો આ જ હકીકત છે તો દેશે ગંભીરતતા સાથે કેટલાક નિર્ણય લેવા પડશે. હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ કેન્દ્રની ભાજપની નાક નીચે રાજધાની દિલ્હીમાં ભાજપને માઠી રીતે હરાવીને સરકાર બનાવી. 5 વર્ષ કામ કર્યું, પરંતુ ફરી સરકાર બનાવી. 11 વર્ષ પહેલા ભ્રષ્ટ્રાચાર વિરોધી આંદોલનથી જન્મેલી પાર્ટીની આ ખૂબ મોટી ઉપલબ્ધિ હતી. એ વાત પણ વિચારવા જેવી છે કે મનીષ સિસોદિયાના ઘરની તપાસ થઈ અને લૉકર પણ શોધવામાં આવ્યા, પરંતુ CBIને તપાસમાં કંઈ ન મળ્યું. કુલ મળીને તેમના પર એવો આરોપ છે કે એવી દારૂ નીતિ બનાવી જેથી વેપારીઓને લાભ થાય.

તેનાથી એ પરિણામ નીકળે છે કે મનીષ સિસોદિયા પોતે તો ઈમાનદાર છે, પરંતુ પાર્ટી અને ચૂંટણી માટે ધન એકત્ર કરવા માટે આ બધુ કર્યું હશે. તેમણે કહ્યું કે, 75 વર્ષની આઝાદી બાદ આજે ભારત ત્યાં પહોંચ્યું છે, જ્યાં આપણું લોકતંત્ર કળા ધન અને જુઠ્ઠાણાંથી શરૂ થાય છે. ચૂંટણી પર ખર્ચ થનારા કરોડો અબજ રૂપિયા માત્ર કાળું ધન હોય છે. પાર્ટીઓ મોટા મોટા બિઝનેસમેનો પાસેથી ધન લે છે. તે બિઝનેસમેન દાન આપતા નથી. સરકારની મદદથી ભ્રષ્ટાચાર દ્વારા પોતાના પૈસા પૂરા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp