શશિ થરૂરે જાણો કોને સલાહ આપી કે સાથી વિશે સમજી-વિચારીને બોલો હું પણ...

PC: indianexpress.com

કોંગ્રેસ નેતા શશિ થરૂરે રાજસ્થાનમાં CM અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યૂટી CM પાયલટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને ગેહલોત તરફથી નાલાયક, નિકમ્મા, ગદ્દાર, કોરોના જેવા શબ્દોના ઉપયોગ પર કહ્યું- આ સ્તર પર રાજકારણ ના પહોંચવુ જોઈતું હતું. શશિ થરૂરે કહ્યું- જ્યારે આપણે આપણા સાથિઓ વિશે બોલી રહ્યા છીએ, તો જરા સમજી વિચારીને બોલવુ જોઈએ. ગર્વની વાત એ છે કે મને રાજકારણમાં 14 વર્ષ થઈ ગયા છે, મેં અત્યારસુધી કોઈપણ વ્યક્તિ પર આક્ષેપ નથી લગાવ્યા. કોઈના પણ વિશે ક્યારેય પણ એવુ કંઈ નથી કહ્યું કે તેમને ઉકસાવવાનો પ્રયત્ન નથી કર્યો. એક-બે વાર મેં કહ્યું છે કે, હું કાદવમાં કુશ્તી નથી કરવા માંગતો. આવુ કહીને મેં કેટલાક ઈશ્યૂઝને અવોઈડ કર્યા.

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં સામેલ થવા આવેલા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શનિવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું- હું મારા સાથિઓને એ જ રિક્વેસ્ટ કરું છું કે પોતાના જ ભાઈ-બહેનો વિશે આવુ કહેવુ સારું નથી. સારું એ રહેશે કે આપણે પોતાના મતભેદોને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. જોકે, લોકોના અલગ-અલગ વિચારો પણ હોઈ શકે છે. પરંતુ, નિશ્ચિતરીતે તેને કહેવાના બીજા રસ્તા હોઈ શકે છે. અંગતરીતે પણ કોઈ વાત કહી શકાય છે. હું પણ ઈચ્છીશ કે પાર્ટીમાં આપણે એકબીજા સાથે પ્રેમથી રહેવુ જોઈએ.

થરૂર બોલ્યા- વાસ્તવમાં હું તો બીજી પાર્ટીઓના નેતાઓનું પણ આ રીતે અપમાન કરવા નહીં ઈચ્છીશ. કારણ કે, આપણા રાજકારણમાં અલ્ટિમેટલી દરેક વ્યક્તિને ગુડ ફેથ હોવો જોઈએ. બધા ઈચ્છે છે કે, દેશ સારો બની જાય. આપણા આઈડિયોલોજી અને વિશ્વાસને વોટ મળે, તો દેશ વધુ સારો બની જશે. સમાજની પ્રગતિ માટે એ જરૂરી છે પરંતુ, આ હાલતમાં સાયલન્સને ઘણીવાર અંડર એસ્ટિમેટ કરી દેવામાં આવે છે.

થરૂરે કહ્યું- આપણા દેશમાં કોઈપણ પાર્ટી હોય, તેની અંદર બધાનો એક જેવો જ અભિપ્રાય નથી. શું BJPમાં દરેક વિષય પર દરેક વ્યક્તિનો એક જ અભિપ્રાય છે? મારા વિચારથી લોકતંત્રમાં બે વ્યક્તિઓના અભિપ્રાયમાં તફાવત હોઈ શકે છે. જો, તમારી વિચારધારા એક જ છે અને તમે એક જ ઈરાદા માટે લડી રહ્યા છો તો અંતે કોણ લીડ કરશે, એ તો પાર્ટીએ નક્કી કરવુ પડશે. તમને ખબર છે કે BJPમાં કોણ-કોણ નેતૃત્વ કરી રહ્યું છે અને કોંગ્રેસમાં કોણ-કોણ નેતૃત્વ કરી રહ્યું છે. તેનો મતલબ એ નથી કે બીજા લોકો પણ પોતાને સફળ નથી માનતા પરંતુ, હાલ એ લોકો અધિકારમાં નથી. મારા વિચાર પ્રમાણે અંદર-અંદરની લડાઈ દરેક પાર્ટીની હકીકત છે. કોઈક ને કોઈક મતભેદ થઈ જાય છે પરંતુ, અંતે મોટો પ્રશ્ન એ જ છે કે, BJP વિરુદ્ધ તો બધા જ કોંગ્રેસ નેતા છે. જો આપણે ઈચ્છતા હોઈએ કે કોઈ વ્યક્તિને આ જવાબદારી મળે અથવા કોઈ અન્ય નક્કી કરતું હોય કે કોને તે જવાબદારી આપવામાં આવે. આ બધુ મોટા ઈશ્યૂઝની સરખામણીમાં ઘણી નાની બાબતો છે.

જ્યૂડિશિયરી પર કોંગ્રેસ નેતાઓ તરફથી ઉઠાવવામાં આવી રહેલા સવાલો પર થરૂરે કહ્યું- હું વિચારું છું કે સવાલ ઊભા કરવા પાર્ટીની જ્યૂડિશિયરીને દબાવવાનો સંકેત નથી. વાસ્તવમાં અમારું માનવુ છે કે, સંવિધાને જ્યૂડિશિયરીને સ્વતંત્ર અને સ્વાયત્ત સ્ટેટસ આપ્યું છે. આપણે અનુભવીએ છીએ કે, સત્તામાં બેઠેલા લોકો તરફથી આ સિદ્ધાંત અપનાવવામાં નથી આવી રહ્યા. વાસ્તવમાં તેમની પાસે જ્યૂડિશિયરી પર પ્રેશર બનાવવાની ક્ષમતા છે. આપણે જ્યૂડિશિયરી પાસે મજબૂત બનવાની કામના કરીએ છીએ. સાથે જ તેમને યાદ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં તેના અધિકારોની વાત આવે છે, સંવિધાન તેમની સાથે છે.

શું રોમાન્સ પર તમે કંઈ લખવા માંગો છો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું- 20-21 વર્ષથી નોવેલ નથી લખી રહ્યો. કારણ તે, એટલા મહત્ત્વપૂર્ણ વિષયો આપણા દેશમાં છે, જેની ટ્રીટમેન્ટ બુક લખવા લાયક નથી. આથી, મેં એ બધા જ વિષયોને બુકમાં લખ્યા. આથી, મને રોમાન્સ લખવાની તક ના મળી. એક દિવસ તમે મને રાજકારણમાંથી બહાર મોકલી આપશો, તો કદાચ બધા વિષયો પર લખવા વિશે વિચારી શકીશ. એમ પણ જ્યારે હું બુક લખુ છું અને ચિઠ્ઠી આવે છે કે તમારી બીજી નોવેલ ક્યારે આવવાની છે. હું જવાબ આપુ છું કે હાલ સમય નહીં મળશે, જ્યારે મળશે ત્યારે જરૂર લખીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp