‘મને પેશાબ જ નથી આવતો ક્યાંથી આપું’ શેખ રાશીદે પોલીસને ન આપ્યું યુરીન સેમ્પલ

PC: nation.com.pk

ઇમરાન ખાનના નજીકના અને આવામી મુસ્લિમ લીગ (AML)ના નેતા પાકિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રી શેખ રાશીદ જેલમાં છે. ગુરુવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. શેખ રાશીદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કસ્ટડીમાં લેવામાં આવેલા શેખ રાશીદ પાસે જ્યારે આલ્કોહોલની તપાસ માટે યુરીન સેમ્પલ લેવાની માગ કરવામાં આવી તો તેમણે ના પાડી દીધી. જેલ જવા પહેલા શેખ રાશીદે મીડિયાને કહ્યું હતું કે, તેઓ ઇમરાન ખાન સાથે ઉભા છે, આ જ તેમનો ગુનો છે.

આ અગાઉ ઇમરાન ખાનના વધુ એક નજીકના કહેવાતા નેતા ફવાદ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ, શેખ રાશીદને આલ્કોહોલની તપાસ માટે એક પોલિક્લિનિક હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ટેસ્ટ કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ, ટેસ્ટ માટે શેખ રાશીદે સેમ્પલ આપવાની ના પાડી દીધી. તેમણે ડૉક્ટરોને આલ્કોહોલ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લેવા માટે કહ્યું. તેમણે ICG કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી.

ધરપકડ બાદ શેખ રાશીદે નિવેદનમાં કહ્યું હતું કે, તેમણે ક્યારેય દારૂ પીધો નથી અને ન તો ડ્રગ્સનું સેવન કર્યું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે જ્યારે ડૉક્ટર શેખ રાશીદ પાસે યુરીન સેમ્પલ માગે છે તો તેઓ કહે છે કે, ‘ભાઇ મને પેશાબ જ આવતું નથી તો ક્યાંથી આપું.’ હું પ્રોસ્ટેટનો દર્દી છું. ડૉક્ટર તેમને કંઇક સમજવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શેખ રાશીદ પોતાનો પક્ષ કોર્ટમાં રાખવાની વાત કરે છે. શેખ રાશીદે કહ્યું હતું કે, તેમને જીવનું જોખમ અનુભવાઇ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ધરપકડ દરમિયાન 100-200 હથિયારધારી લોકો તેમના ઘરમાં ભરાયા હતા.

રાવલપિંડી પોલીસે તેમની મોડી રાત્રે ધરપકડ કરી હતી અને ત્યારબાદ આબપારા પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના રાજા ઇનાયત ઉર રહમાને તેમની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. શેખ રાશીદે પાકિસ્તાનન પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી પર ઇમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. ગયા મહિને આ જ આરોપ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પણ લગાવ્યો હતો. શેખ રાશીદ એ જ પાકિસ્તાની નેતા છે જેમણે એક વખત કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે એક કિલો, દોઢ કિલો પરમાણુ બોમ્બ છે, જેનાથી માત્ર હિન્દુ જ મરશે. તો શેખ રાશીદ કયા પ્રકારના નેતા છે તે તમે સરળતાથી સમજી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp