શિંદે સરકારનું ડેથ વોરન્ટ ઇશ્યૂ થઈ ચૂક્યું છે 15-20 દિવસમાં સરકાર પડી જશે: રાઉત

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારનું ડેથ વોરન્ટ ઇશ્યૂ થઈ ચૂક્યું છે અને આ સરકાર 15-20 દિવસમાં પડી જશે. સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, તેમની પાર્ટી કોર્ટની રાહ જોઈ રહી છે. અમે આશા રાખીએ છીએ કે, અમારી સાથે ન્યાય થશે. રાજ્યસભાના સાંસદ સુપ્રીમ કોર્ટના એ કેસની વાત કરી રહ્યા હતા, જેમાં શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતાનો નિર્ણય થવાનો બાકી છે.

શિવસેનાના ઘણા નેતાઓએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને માનવાની ના પાડતા પોતાનું સમર્થન એકનાથ શિંદે ગ્રુપને આપી દીધું હતું. ધારાસભ્યોની આ બળવા વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને 16 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માગ કરી હતી. સંજય રાઉતે કહ્યું કે, હાલના મુખ્યમંત્રી અને તેમની 40 ધારાસભ્યોની સરકાર 15 થી 20 દિવસોમાં પડી જશે. આ સરકારનું ડેથ વોરંટ ઇશ્યૂ થઈ ચૂક્યું છે. હવે બસ નિર્ણય થવાનો છે કે તેના પર હસ્તાક્ષર કોણ કરશે.

ગયા વર્ષે જૂનમાં જ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહાવિકાસ અઘાડી (MVA) સરકારમાં રહેતા બળવો કરી દીધો હતો. એકનાથ શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યોને લઈને પોતાનું અલગ ગ્રુપ બનાવ્યું હતું, ત્યારબાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. એકનાથ શિંદે મહાવિકાસ અઘાડીને તોડવા અને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન બનાવ્યું હતું. તેમણે તેની પાછળ વૈચારિક મતભેદો અને કોંગ્રેસ પાર્ટી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા અનુચિ વ્યવહારને કારણ બતાવ્યું હતું. સાથે જ શિંદેએ તાત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પણ ઘણા આરોપ લગાવ્યા હતા.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ, સંજય રાઉતે આ અગાઉ શનિવારે દાવો કર્યો હતો કે ભાજપે મુખ્યમંત્રીને પોતાનો સામાન બાંધી લેવા કહ્યું છે. તેઓ NCP નેતા અજીત પવારની આ ટિપ્પણી પર મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા કે, તેઓ મુખ્યમંત્રી પદ માટે દાવો કરવા માટે તૈયાર છે. શુક્રવારે પિંપરી ચિંચવાડમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અજીત પવારે કહ્યું હતું કે ન માત્ર 2024માં, પરંતુ અત્યારે પણ હું મુખ્યમંત્રી પદ માટે દાવો કરવા માટે તૈયાર છું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.