ભાજપના મંત્રીનું સ્ફોટક નિવેદન, પૂર્વ CM સિદ્ધારમૈયાને ખતમ કરી દેવા જોઇએ

PC: Livemint.com

કર્ણાટકના કેબિનેટ મંત્રી ડો. સી.એન. અશ્વથ નારાયણ વિપક્ષ નેતા સિદ્ધારમૈયા વિશે નિવેદન આપીને વિવાદમાં આવી ગયા છે. એ પછી કર્ણાટક વિધાનસભામાં હંગામો અને કોંગ્રેસના જોરદાર પ્રદર્શન પછી ભાજપના કેબિનેટ મંત્રી બેકફૂટ પર આવી ગયા હતા અને માફી માંગીને વિવાદ સમાપ્ત કરવાની વિનંતી કરી હતી.મંત્રીના નિવેદન પર સિદ્રારમૈયાએ કહ્યું હતું કે, બંદુક લઇને તમે જ મારી સામે આવી જાઓ.

કર્ણાટક સરકરામાં મંત્રી ડો.સી. એન. અશ્વથ નારાયણે માંડ્યા જિલ્લાના સતનૂર માં એક જાહેર કાર્યક્રમ દરમિયાન વિવાદીત નિવેદન આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, સિદ્ધારમૈયા મૈસુરના પૂર્વ શાસક ટીપુ સુલતાનના સ્થાન પર આવશે. શું તમે વીરસાવરકરને ઇચ્છો છો કે ટીપુ સુલતાનને? એ નિર્ણય તમારે કરવો પડશે. મંત્રીએ આગળ કહ્યું કે, ટીપુ સુલતાન સાથે લડનારા સૈનિકો ઉરી ગૌડા અને નાનજે ગૌડાએ ટીપુ સુલતાન સાથે શું કર્યું હતું એ બધાને ખબર જ છે. એવી જ રીતે સિદ્ધારમૈયાને પણ ખતમ કરી નાંખવા જોઇએ. આ નિવેદનથી કર્ણાટકના રાજકારણમાં ભડકો થઇ ગયો.

મંત્રીના નિવેદન પર સિદ્ધારમૈયાએ કહ્યું કે મૈસુરના શાસક ટીપુ સુલતાનની જેમ મને પણ ખતમ કરવાનું ડો, સી.એન અશ્વથ નારાયણે આહવાન કર્યું છે. આ વાતથી મને જરા પણ અચરજ નથી, આપણે એ નેતાઓ પાસેથી પ્રેમ, સહાનુભૂતુ, દોસ્તીને અપેક્ષા કેવી રીતે રાખી શકીએ જે પાર્ટી મહાત્મા ગાંધીના હત્યારાનું સન્માન કરતી હોય.તેમણે કહ્યુ કે મંત્રી અશ્વથને તાત્કાલિક કેબિનેટમાંથી હટાવી દેવા જોઇએ.

મંત્રી સામે બે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા મનોહરે પોલીસમાં ફરિયાદ નોંધાવીને મંત્રી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. તો સિદ્ધારમૈયા ફેન્સ એસોસિયેશને પણ પોલીસ ફરિયાદ કરી છે અને તાત્કાલિક કાર્યવાગી કરવાની માંગ કરી છે. પોલીસે બંને ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે.

મંત્રી અશ્વથના નિવેદનને પગલે કોંગ્રેસે કર્ણાટક વિધાનસભામાં જબરદસ્ત હંગામો મચાવ્યો જેને કારણે સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. મંત્રી અસ્વથે પોતાના નિવેદન પર ખેદ વ્યકત કર્યો હતો.

પોતાના બચાવમાં મંત્રીએ કહ્યું કે તેમણે માત્ર સિદ્ધારમૈયાની તુલના ટીપુ સુલતાન સાથે કરી હતી. મેં માત્ર ટીપુ સુલતાન પ્રત્યે સિદ્ધારમૈયાના પ્રેમ વિશે વાત કરી હતી. મેં તેમના વિશે કોઇ અપમાનજનક ટીપ્પણીકરી નથી. મારી તેમની સાથે કોઇ વ્યકિતગત દુશ્મની નથી. આમ છતા તેમની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું એમ મંત્રીએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp