26th January selfie contest

સિદ્ધારમૈયાએ હાઈકમાનને આપ્યો કર્ણાટકમાં પાવર શેરિંગનો ફોર્મ્યૂલા, જાણો શું છે તે

PC: news18.com

કર્ણાટકમાં શાનદાર જીત અને સ્પષ્ટ બહુમત મળ્યા બાદ કોંગ્રેસ હવે વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રીનું નામ જાહેર કરી શકે છે. બેંગલુરુની એક હોટેલમાં રવિવારે ધારાસભ્યોની એક બેઠક મળી હતી જેમા પાર્ટીના તમામ નવા ચૂંટાયેલા 135 ધારાસભ્યોએ ભાગ લીધો. મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે ધારાસભ્યોએ વોટિંગ કર્યું. ધારાસભ્યોમાં કોઈએ શિવકુમાર, તો કોઈએ સિદ્ધારમૈયા, કોઈએ ડૉક્ટર જી પરમેશ્વર, કોઈએ ખડગે તો કોઈએ લિંગાયત નેતા એમબી પાટિલના નામની સલાહ આપી. કેટલાક ધારાસભ્યોએ પાર્ટી હાઇકમાન પર નિર્ણય છોડી દીધો.

પર્યવેક્ષક બેલેટ બોક્સને કોંગ્રેસ હાઇકમાન સુધી લઇ જશે અને ખડગેની સામે ખોલીને વોટોની ગણતરી કરશે. મહત્તમ મત પ્રાપ્ત કરનારા નેતાનું નામ ગુપ્ત રાખવામાં આવશે કારણ કે, મતદાન માત્ર અભિપ્રાય જાણવા માટે કરાવવામાં આવ્યું હતું. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને આજે સાંજ સુધી દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ચર્ચા બાદ મંગળવાર અથવા બુધવાર સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે નવા મુખ્યમંત્રી અને 30 કેબિનેટ સભ્યો શપથ લઇ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સિદ્ધારમૈયાએ સત્તામાં ભાગીદારીની સલાહ આપતા કહ્યું કે, પહેલા 2 વર્ષ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે અને પછીના 3 વર્ષ ડીકે શિવકુમારને સીએમની ખુરશી સોંપવામાં આવે. સિદ્ધારમૈયાએ કહ્યું, તેઓ ઉંમરલાયક છે આથી તેઓ 2024ની સંસદીય ચૂંટણી સુધી પહેલા ચરણમાં સરકાર ચલાવવા ઇચ્છે છે. જોકે, શિવકુમારે સિદ્ધારમૈયાના આ ફોર્મ્યુલાને રાજસ્થાન અને છત્તીસગઢનો હવાલો આપીને રદ્દીયો આપી દીધો હતો.

બંને નેતાઓએ તમામ ધારાસભ્યોએ પોતપોતાના માટે સમર્થન માંગ્યુ. હાઇકમાન માટે મોટો પડકાર એ છે કે, જો ડીકેને ધારાસભ્ય પક્ષ નેતાના રૂપમાં પસંદ કરે તો સિદ્ધારમૈયાને પછી કઈ રીતે મનાવવામાં આવે અને તેમને કઇ જવાબદારી સોંપવામાં આવે. શિવકુમારનો પક્ષ એટલા માટે પણ મજબૂત છે કારણ કે, પાર્ટી છેલ્લાં ત્રણ વર્ષોમાં તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી સારી રીતે વાકેફ છે.

જો ડીકે શિવકુમારને CM ના બનાવવામાં આવ્યા તો કેડરને ખોટો સંદેશો જઈ શકે છે કારણ કે, તેમણે પાર્ટીના વફાદાર સિપાહીના રૂપમાં પોતાની એક અલગ છબિ બનાવી છે. અહીં હવે ડીકેના સંગનાત્મક કૌશલને પ્રાધાન્ય આપવામાં આવે કે પછી સિદ્ધારમૈયાના પ્રશાસનિક કૌશલને, તેના પર નિર્ણય લેવો હાઇકમાન માટે મોટો પડકાર છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 224માંથી 136 સીટો પર જીત મેળવી છે. પાર્ટીને 43 ટકા વોટ શેર મળ્યો છે. કોંગ્રેસની આ ધૂંઆધાર જીત બાદ ઇન્ડિયા ટુડેના ડેટા ઇન્ટેલિજન્સ યૂનિટે ચૂંટણીમાં જીતના અંતરનું વિશ્લેષણ કર્યું. આ વિશ્લેષણમાં જાણકારી મળી છે કે, કોંગ્રેસે 2018ની સરખામણીમાં ઘણી સીટો પર આરામથી જીત નોંધાવી છે, પરંતુ કેટલીક સીટો એવી પણ હતી જ્યાં જીતનું અંતર ખૂબ જ ઓછું રહ્યું. આ સીટો પર થોડું પણ નુકસાન થવા પર કોંગ્રેસ ઉમેદવારોની હાર થઈ શકતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp