સીતારામ યેચુરીએ UCCને ગણાવ્યું સાંપ્રદાયિક હથિયાર, બોલ્યા-મુસ્લિમો વિરુદ્ધ...

આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને ચાલી રહેલી દલિલો વચ્ચે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એટલે કે CPIMએ કોઝિકોડમાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું. આ દરમિયાન CPIMએ યુનિફોર્મ સિવિલ કોડને સાંપ્રદાયિક હથિયાર ગણાવ્યો. આ સેમિનારની શરૂઆત પાર્ટી મહાસચિવ સીતારામ યેચુરીએ શનિવારે (15 જુલાઇના રોજ) કરી હતી. જેમાં મોટી સંખ્યામાં પાર્ટી નેતાઓ, મંત્રીઓ, ધાર્મિક નેતાઓએ હિસ્સો લીધો હતો.

સેમિનારને એક મહત્ત્વપૂર્ણ પહેલ બતાવતા કહ્યું કે, CPIM એ નથી માનતી કે એકરૂપતા જ સમાન છે. પાર્ટી ન માત્ર પુરુષો અને મહિલાઓની રુચિ, પરંતુ જાતિ, પંથ અને લિંગના આધાર પર પણ સમાન અધિકારોની વકીલાત કરે છે. એ આવશ્યક છે કે કોઈ પણ સમુદાય કે વર્ગમાં વ્યક્તિગત કે પ્રથાગત કાયદામાં કોઈ પણ સુધાર વિશિષ્ટ સમુદાયોના પરામર્શથી અને બધાની લોકતાંત્રિક ભાગીદારી સાથે કરવો જોઈએ.

યુનિફોર્મ સિવિલ કોડ એક નારો છે, જે સાંપ્રદાયિક ધ્રુવીકરણને તેજ કરવા માટે છે, ન કે વાસ્તવમાં કોઈ એકરૂપતા હાંસલ કરવા માટે. વડાપ્રધાને કહ્યું કે, એક ઘરમાં બે કાયદા નહીં હોય શકે. આ બે કાયદા શું છે? એવા ઘણા અલગ-અલગ કાયદા છે જે આપણાં સંવિધાન દ્વારા માન્ય છે. જ્યારે તેઓ કહે છે કે બે કાયદા નહીં હોય શકે તો એ ખૂબ સ્પષ્ટ છે કે તેઓ વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીને જોતા મુસ્લિમ સાંપ્રદાયિક ધ્રુવીકરણને તેજ કરવાની એક કવાયત છે.

સીતારામ યેચુરીએ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા, લવ જિહાદ કાયદો, ગૌરક્ષા નિયમ અને નાગરિક સંશોધન અધિનિયમના ઉદાહરણનો સંદર્ભ આપતા કહ્યું કે, આ બધા નિર્ણયોમાં દેશની મુસ્લિમ વસ્તીને ટારગેટ કરવામાં આવી છે. એટલે એ શંકા છે કે યુનિફોર્મ સિવિલ કોડનો ઉપયોગ સાંપ્રદાયિક ધ્રુવીકરણ માટે કરવામાં આવશે. ભાજપના રાજમાં છેલ્લા દશકમાં થયેલી ઘટનાઓના સંદર્ભમાં હજુ મજબૂત થઈ ગયું.

તેમણે યુનિફોર્મ સિવિલ કોડ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું પણ આહ્વાન કર્યું. સેમિનારમાં લગભગ બધા વક્તાઓએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દેશની વિવિધાતાને નષ્ટ કરવા, લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો પર હુમલો કરવા અને હિન્દુત્વ વિચારધારાને થોપવાનો આરોપ લગાવ્યો. સીતારામ યેચુરીએ કહ્યું કે, ભેદભાવપૂર્ણ કાયદાઓને આખા સમુદાયના પરામર્શથી સારા કરવા જોઈએ, ન કે ઉપરથી યુનિફોર્મ સિવિલ કોડ સોંપીને. 21મી વિધિ આયોગે એ સ્પષ્ટ કરી દીધું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ આ સ્તર પર ન તો આવશ્યક છે અને ન તો વાંછનીય છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.